________________
પ્રથમ ઉદ્દેશક
કુસંગપરિત્યાગ
પ્રથમ ઉદ્દેશકમાં સંગદેષના ત્યાગની વિચારણું છે. સંગતિની અસર જીવન પર બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેમાંય બાળમાનસ પર તે વધુ રીતે. એમ માનસશાસ્ત્રવેત્તાઓ વદે છે. સાધક પણ જ્યારે સાધનામાર્ગ તરફ વળે છે ત્યારે પ્રથમ તે તે દ્વિજ એટલે કે ફરીથી જન્મેલા અને સાધનાના ક્ષેત્રને તદ્દન બિનઅનુભવી હેવાથી બાળ ગણાય છે. એટલે એને અહીં જે અવલંબનની આવશ્યકતા છે, એ પૂરી પાડે છે.
જેના સંગથી સત્ય તરફ રિચિ ઢળે તે સત્સંગ. એ લેહચુંબક છે. જિજ્ઞાસુવૃત્તિ એ લોખંડ છે. પ્રત્યેક સાધકમાં જિજ્ઞાસુવૃત્તિ મુખ્યત્વે હેવાથી સત્સંગ તરફ તે હમેશાં આકર્ષાતા રહે છે. સત્સંગ એ તેના સાધનામાર્ગનું નંદન