________________
સદુપદેશ અને શાંત સાધના ૨૭૫ ઇષ્ટ નથી. ઘણીવાર એ એને સાધનાથી ચુકાવે છે. એથી જ એવા સંગથી નિર્લેપ રહેવાનું સાધકને વારંવાર કહેવામાં આવે છે.
[૧૯] વહાલા જંબુ ! હિંસક વૃત્તિવાળા અને અવિવેકી જ જે પાપી પ્રવૃત્તિઓ કરતા ડરતા નથી તેવી સર્વ પાપી પ્રવૃત્તિઓને દુઃખના હેતુરૂપ જાણું જ્ઞાની સાધક સર્વથા એમનાથી દૂર રહે છે અને આ માગે કેધ, માન, માયા તથા લેભ ઇત્યાદિ (આત્મરિપુઓ)ને પણ રમે છે. આ સાધક જ કર્મબંધનથી મુક્ત થાય છે, એમ કહું છું.
નોંધ –અવિવેક અને હિંસકવૃત્તિ જ અજ્ઞાન અને દુઃખનાં મૂળ છે એવું આ સૂત્રમાં બતાવી સૂત્રકાર કહે છે કે-ક્રોધ, માન માયા અને લોભ એ ચાર કષાયો રાગ અને દ્વેષનું વિસ્તૃત રૂપ છે. રાગ અને દ્વેષ એ બે જ સંસારનાં મૂળ છે. વાસ્તવિક રીતે તો દૈષ પણ રાગથી જ જન્મે છે. આથી રાગ જ દુઃખનું મૂળ છે. અને રાગથી મુક્ત થવું એટલે સુખની સિદ્ધિ, એમ ફલિત થયું; એટલે પ્રત્યેક જીવને સાથે એક જ માત્ર વીતરાગભાવની પરાકાષ્ઠા થવી એ હવું ઘટે. એને સાધ્યને માર્ગ કહે કે વાસનાના વિજયને માર્ગ કહો, જે કહે છે, આ છે. અને સાધનાના ક્રમિક વિકાસથી એની સિદ્ધિ થાય છે.
આ વ્રત અધ્યયનમાં પૂર્વગ્રહના પરિહારથી માંડીને સાધનાની સંપૂર્ણ સિદ્ધિ સુધીને ક્રમ વર્ણવાયો છે. એ માર્ગે જનાર સાધક બંધનથી સર્વથા મુક્ત થાય છે, એવું આ સૂત્રમાં સૂત્રકાર વર્ણવી દે છે. અખિલ વિશ્વનું આ દયેય છે. અને તે આ રીતે સહજ પ્રાપ્ત થાય છે. એટલે ધૂત અધ્યયનને સાર છે.
પરંતુ અહીં કોઈને એ પ્રશ્ન થાય કે મોક્ષને માર્ગ આટલો સરળ હોવા છતાં અને સૌ કેઇની એ મેળવવાની ઇચ્છા હોવા છતાં તેનો પાર યોગીઓ પણ પામી શક્તા નથી, એમ દેખાય છે તેનું શું ? એને પણ સૂત્રકારે આ જ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ઉત્તર આપ્યો છે. સૂત્રકાર કહે છે કે સાધનાની સીડી જેટલી સરળ છે, તેટલી જ એમાં ગૂંચવણો પણ છે. એની આસપાસ એક તરફ પ્રલોભનની ખાઈ છે અને બીજી બાજુ સંકટના સાગર છે, તેમ જ ગોથું ખવરાવનારી ભૂતાવળો પણ સાથે ને સાથે જ છે.