________________
૨૪ : આચારાંગસૂત્ર - [૯] પણ અહે પ્રિય સાધકે ! (સપ્રવૃત્તિને બહાને) તમે કઈ ખોટા પ્રપંચમાં ફસાઈ જશે નહિ. આ વિચિત્ર વિશ્વમાં ધનદોલતની પ્રાપ્તિ માટે તરફડતા મેંક પામર જીવો અનેક કામનાઓથી પીડાતા રહે છે. માટે (તેવાઓની જાળમાં ન ફસાતાં) તમે સંયમમાર્ગથી જરાયે ચલિત ન થશો.
નોંધ ––અહીં સૂત્રકાર પુનઃ ચોંકાવે છે. આત્મલક્ષીની સહજ થતી પ્રવૃત્તિમાં એનું આત્મહિત કે મુક્તિના માર્ગ જરાયે રોકાતાં નથી. એટલું જ ઉપરના સત્રવૃત્તિના માર્ગથી ફલિત થાય છે. રખે કોઈ એને ઊલટે અર્થ લઈ લે ! એમ કહેવા માટે સૂત્રકારને આ સૂત્ર ફરી કહેવું પડ્યું છે. કારણ કે સમાજની સેવાને બહાને કેટલાક સાધકે સંયમમાર્ગથી પણ દૂર જતા રહે છે, એ ઉચિત નથી. જોકે વાસ્તવિક રીતે જ્યાં આત્મલક્ષ્યતા છે, ત્યાં જગતની સેવા નિશ્ચિત રૂપે છે. પરંતુ આ વાત ઊંડી તેમજ અનુભવગમ્ય છે. અહીં તો સાધક પિતાનું આત્મલક્ષ્ય જાળવીને પ્રવૃત્તિ કરે, એને ચૂકીને નહિ, એટલું જ યાદ રાખવાગ્ય છે.
આમ ફરીફરી કહેવાનું કારણ એ છે કે આ વિશ્વના ઘણુંખરા માણસે ઐહિક કામનાથી પીડાતા હોય છે. પણ આંતરિક શક્તિના અભાવને લઈને ઐહિક કામના પરિપૂર્ણ કરવામાં તેઓ સમર્થ કે સફળ નીવડતા નથી અને એથી એમનું માનસ વહેમી, લાલચુ અને પામર બની ગયું હોય છે કે પામર બની જાય છે. આવી કેટિના જીવો કેઈ સાધુ, સંત કે યોગી તરફ પોતાની ઐહિક કામનાની પૂર્તિ અર્થે પ્રેરાય છે. તેઓ એ એક સાધનાઅર્થે આવેલા જિજ્ઞાસુ સાધક જેટલાં જ ભક્તિ, પ્રેમ અને જિજ્ઞાસા બતાવવા પ્રયત્ન કરે છે. પછીથી ધીમે ધીમે તેઓ પોતાના મૂઢ સ્વાર્થને સાધવાની પેરવી રચે છે; નિઃસ્પૃહતાને ળ બતાવે છે. પરંતુ સૂત્રકાર મહાત્મા કહે છે કે આવા પ્રસંગે એ સાધકે એમનાં એવા રાગબંધનમાં જડાઈ ગયા હોય છે કે તેઓ રાગવશાત્ ઘણીવાર અણછાજતી અને સંયમ વિરુદ્ધ પ્રવૃતિ પરમાર્થના બહાનાતળે કરી નાખે છે. અને જે તુરત ઠેકાણે ન આવતાં આ માર્ગે આગળ ચાલે છે તેમતેમ એમને આ નાદ વધતો જાય છે; અને જેમ જેમ એ નાદ વધતો જાય છે, તેમ તેમ પછી એ ટેવાઈ પણ જાય છે. આ પ્રવૃત્તિ સાધક માટે