________________
સદ્ગુપદેશ અને શાંત સાધના
૨૦૩
ન માને ! “ ક્રિયાનેા કર્તા જ ક્રિયાના ફળના ભેાક્તા છે”એ વિશ્વના અતૂટ સિદ્ધાંત છે. એમાં કાઈ ને માટે અપવાદ નથી. પણ ફળની અપેક્ષા છેાડનાર ફળને પચાવી શકે છે. એટલે કે ક્રિચાનું ફળ શુભ મળે! કે અશુભ મળે, એ બન્ને સ્થિતિમાં એ સમભાવે રહી શકે છે—સમાન સ્થિતિ રાખી શકે છે. અહીં કથિતારાય પણ એટલા જ છે. આ એક નિરાસક્તિનેા જ પ્રકાર છે. આવી દશામાં વતા સાધકને સ્થિતપ્રજ્ઞ મુનિ કે જૈન પરિભાષામાં સ્થિતાત્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સ્થિતપ્રજ્ઞને પણ અચંચળચિત્તે પ્રવૃત્તિ તા કરવાની છે એમ સૂત્રકાર કહી દે છે. પણ એની પ્રવૃત્તિમાં ફેર ઍટલા જ કે એવા યાગી સાધકની પ્રવૃત્તિ બંધનકારક હેાતી નથી; કારણ કે એમાં આસક્તિનું તત્ત્વ નથી હાતું. અને એથી જ એ સત્પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ હાવા છતાં એની ગણના નિવૃત્તિમાં થાય છે. આવા સાધકનું લક્ષ્ય આત્માભિમુખ જ રહે છે. આ રીતે આત્માભિમુખવૃત્તિવાળા એ સાધકની પ્રવૃત્તિમાં જગતકલ્યાણ અને સાંચમ એ ખન્ને હેતુઓ જળવાઈ રહે છે.
!
[૮] મેાક્ષાભિલાષી જખ્! જે જાણીને સક્રિયા આચરે છે તે સાધકો
સાધા આવા પવિત્ર ધર્મને ખરેખર મુક્તિ જ પામ્યા છે.
.
.
નોંધઃ- મુક્તિ તે। નિવૃત્તિથી જ મળે ' એ સૂત્રના આરાય ન સમજનારા જે સાધકા નિવૃત્તિ એટલે કશું ન કરવું એવી એકાન્ત અને રૂઢ માન્યતા પકડી બેસે છે તેમજ તે માન્યતાને લીધે જેઓ પાપ, પાપ શબ્દથી ડરીને સત્પ્રવૃત્તિથીયે ડરીને દૂરદૂર નાસતા ફરે છે, તેમને માટે અહીં માદર્શન છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિને સંબંધ મુખ્યત્વે આંતરિક સામગ્રી પર અવલંબે છે. એનું જેમને ભાન નથી હેાતું, એવા સાધકાના સ ખંધમાં જ પ્રાયઃ આમ બને છે. અહીં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે ચેચન્ય નિવૃત્તિ પ્રવૃત્તિના પાપ કરતાં વધુ પતન કરાવે છે. એ આળસ અને જડતા વધારે છે. કારણ કે ચંચળ મન અભ્યાસ વિના નિવૃત્ત રહી શકતું જ નથી. દેહ નિવૃત્ત હાચ તે વખતે એને દુષ્ટ વેગ ઊલટા વધુ જોર પકડે છે. આથી, ઉપલી માન્યતાને અવાસ્તવિક ઠરાવી સૂત્રકાર સ્પષ્ટ કહે છે કે સત્પ્રવૃત્તિ સાધનામામાં જરાય ખાધક નથી, બલકે તે ઉપકારી છે; અને જ્યાં જીવન છે, ત્યાં પ્રવૃત્તિ અનિવાર્ય પણ છે—માત્ર એટલું સ્મરણ રાખવું ઘટે કે પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ને નિઃસ્વાતા તેમજ સત્યનું વલણ હાવું જોઇએ. અને તેા જ એ પ્રવૃત્તિ સાત્ત્વિક નીવડે; અન્યથા તે પતનકારી મને.
૧