________________
સદુપદેશ અને શાંત સાધના ૨૭૧ શ્રોતાએ શું લીધું? શું કર્યું ? એવી એવી સાત્તિવક ચિંતાને એઠે એક પ્રકારની આસક્તિ પોષાય તથા રાગબંધન પણ થાય છે. સારાંશ કે આત્માનું પતન ન થાય, એવી ઉપદેશમાં સહજતા હોવી ઘટે. | ઉપદેશ આપવામાં ઉપયોગ રાખે એટલે ત્યાગી સાધક તો પણ ત્યાગનો જ ઉપદેશ આપે એ એકાંત અર્થ ન કરે! જોકે બીજા સૂત્રમાં “વિભાગપર્વક ઘર્મનું રહસ્ય સમજાવે” એમ કહી આને ખુલાસો આપી જ દીધો છે. તોયે અહીં શ્રોતાનું કે અન્યનું નુકસાન ન કરી નાખે એમ વદી સૂત્રકાર તેને જ વધુ નક્કર રૂપ આપવા માગે છે.
અધિકાર પ્રમાણે જ ધર્મ પચે છે. એટલે પૂર્ણત્યાગ જેને ન પચી શકતો હોય તેને તે વસ્તુ ઉચ્ચ હેવા છતાં આપવાથી ઊલટી તેના વિકાસમાં બાધાઓ ઉત્પન્ન થાય છે. આ વાત આ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં પતનના પ્રકારોમાં સૂત્રકાર મહાત્માએ કહી છે. એટલે પૂર્ણત્યાગી કેઈને અલ્પ ત્યાગ બતાવે એમાં એમની ન્યૂનતા ગણાય એવો ભ્રમ કે ભય રાખવાનું કારણ નથી. એક ગૃહસ્થ ગૃહસ્થજીવન ગાળવા છતાંય વિકાસ સાધી શકે છે, અને જ્યાં સુધી પૂર્ણત્યાગની શક્તિ ન હોય ત્યાં સુધી આ ક્રમિક વિકાસ જ એને માટે યોગ્ય છે, એમ જૈનદર્શન માને છે. તે પછી ત્યાગી સાધક એક ગૃહસ્થ સાધકને એની યોગ્યતા પ્રમાણે ઉપદેશ આપી સગુણે વિકસાવવાની પ્રેરણું આપે એમાં અપ્રાસંગિક કે અયુક્ત જેવું શું હોઈ શકે ?
વળી આ સૂત્ર પરથી બીજો ભાવ એ પણ ફલિત થાય છે, કે જે ધર્મના પાલનથી બીજા કેઈ ધર્મનું કે વ્યક્તિનું અહિત ન થાય, હિત ન હણાય તે જ ધર્મ વાસ્તવિક ધર્મ ગણાય. સાચા ધર્મની પરીક્ષાનું આ માપક્યત્ર ખૂબ મનનીય છે. આ રીતે સમજીને વર્તી શકાય તે વ્યક્તિધર્મ જાળવતાંય એ વ્યક્તિ કુટુંબધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધમ કે વિશ્વધર્મને પૂર્ણ વફાદાર રહી શકે. કારણ કે વ્યક્તિત્વની જવાબદારીનું એને બરાબર ભાન હોય.
[૬] આત્માથી જંબૂ ! આ રીતે જાગૃત રહેલે મહામુનિ સાધક આ સંસારમાં અજ્ઞાનથી અથડાતા ને ડૂબતા જીવોને આધારભૂત બેટની માફક શરણભૂત બની રહે છે.