________________
૨૭૨
આચારાંગસૂત્ર
નેધ:–અહીં બેટની સાથે જ્ઞાનીને સરખાવી સૂત્રકાર જ્ઞાનીના જીવનનું આદર્શચિત્ર આપ્યું છે. બેટ જેમ સમુદ્રમાં તરતા નાવમાં ચડેલાને આરામ અને આશ્વાસન આપે છે તેમ જ્ઞાની અને અનુભવી મહાપુરુષ સાધનામાર્ગે આવેલા કે ચૂકેલા સાધકને પોતાના અનુભવજન્ય જ્ઞાનથી સ્થિર કરે છે, અને બેટ જેમ ડૂબતા ને આશ્રય આપે છે તેમ જ્ઞાની અને પતિતને પણ પિતાના અભંગદ્વારમાં આશ્રય આપી પાવન કરે છે. બેટને જેમ ઊંચ કે નીચના ભેદ હોતા નથી તેમ જ્ઞાનીની દષ્ટિમાં જ્ઞાતિ, પંથ કે તેવા કેઈ ભેદ હોતા નથી. જેમ બેટની આસપાસ ચેરમેર સાગર હોવા છતાં એ પિતાના સ્વરૂપમાં અને સ્વભાવમાં લીન તથા મસ્ત રહે છે, તેમ જ્ઞાનીજને સંસારના અનેક પ્રકારનાં પ્રલોભનો અને સંકટ વચ્ચે મસ્ત તથા આત્મ ભાવમાં લીન રહે છે.
[૭] પ્રિય જંબૂ! સાધનામાર્ગમાં ઉદ્યમવત થયેલે સાધક, ક્રમપૂર્વક ઈચ્છાનો નિરોધ કરી સ્થિતપ્રજ્ઞ તથા અચંચલ ચિત્તવાળો બને અને સતત સંચમાભિમુખ થઈએક જ સ્થળે સ્થિર ન થતાં ગ્રામનુગ્રામ વિહાર કરે.
નોંધઃ–આ સૂત્રમાં સાધનાના માર્ગમાં પ્રવેશ્યા પછી સાધકનો કઈ જાતનો અને કેટલો વિકાસ થયો છે કે થવો જોઈએ એની સમજણ આપી છે. પ્રથમ જ અહીં ઈચ્છાનો નિષેધ કરવાનું કહ્યું છે. ઈચ્છાનો નિધિ એટલે ક્રિયાના ફળની ઝંખનાને નિષેધ. કઈ પણ ક્રિયા કરી તેના ફળમાત્રની ઇચ્છા છોડી દેવી કે ટી જવી તે ઈચ્છાનો નિષેધ સાધનાના માર્ગમાં અતિ અગત્યનું છે. સૌની વૃત્તિમાં ઓછા ચા વધુ પ્રમાણમાં ઐહિક લાલસા જડાયેલી હોય છે. જે સાધના પાછળ લાલસાનું તત્ત્વ છે તે સાધના કદી સફળ થતી નથી.
કે લાલસાને નિધિ જીવનમાં ઊતારવો કઠિન તો છે જ, તોયે એ સાધ્ય છે. જેમને કર્મના નિયમનું ભાન થયું હોય તે ક્રિયાના પરિણામથી નિરપેક્ષ રહી શકે છે. અહીં મુનિ સાધકને સૂત્રકાર એવી દશામાં પ્રવત વાની પ્રેરણ કરે છે.
ક્રિયાના પરિણામની અપેક્ષા છોડનારની ક્રિયાનું પરિણામ આવતું નથી, આવે તોય વેદવું પડતું નથી; અથવા તેઓ દયેયશન્ય ક્રિયા કરે છે, એવું કઈ