________________
સદુપદેશ અને શાંત સાધના ૨૬૯ થાય છે. એક વ્યક્તિના ત્યાગથી જેમની પાસે પદાર્થો ન હોય તેમને રે મળે છે, અને એક આદર્શ ત્યાગીના ત્યાગને બીજાઓને ચેપ લાગવાથી પ્રજામાં સુખનો પ્રચાર થાય છે. સહનશીલતાનો ગુણ ખીલવાથી વિશ્વનું ક્ષુબ્ધ વાતાવરણ શાન થાય છે, પવિત્રતાથી વાતાવરણમાં શુદ્ધિ ફેલાય છે અને લૂંટફાટ, દંભ, પાખંડ, અત્યાચાર, અનાચાર ઇત્યાદિ દેષોને નાશ થાય છે. સરળતા
અને કમળતાથી વિશ્વને સાચા બોધપાઠ સાંપડે છે અને પામરતા, મિથ્યાભિમાન, કદાગ્રહો અને પૂર્વગ્રહો દેવાઈ જાય છે. એટલે આ રીતે ઉપરના ગુણોમાં ધર્મ બતાવ્યા છે, અને એ ધર્મ તાત્કાલિક જ ફળ આપે છે. આટલું જાણ્યા પછી ધર્મ એટલે સંસ્કારિતા એટલી વ્યાખ્યા સહેજે સમજાશે. અને આવા સગુણો જેમાંથી પ્રાપ્ત થતા હોય એ ધર્મ જ ક્રિયારૂપે આદર થશે. આ ધર્મ અને ધર્મક્રિયા ગૃહસ્થ કે ત્યાગી સૌ કઈ જીવનમાં ઉતારી શકે તેમ છે; ભલે પછી સંયોગ કે શક્તિની અપેક્ષાએ એનું પ્રમાણ ઓછું કે વધુ રહે. પણ સૌથી પહેલાં તો એ તરફની રુચિ પ્રગટ થવી જોઈએ. ઉપદેશ પણ એ જાતની રુચિ જન્માવવાનું ઉપયોગી સાધન બની રહે છે.
[૪] મેક્ષાર્થી જંબૂ! પ્રત્યેક મુનિ સાધક આ રીતે વિચારે અને વિવેકપુરઃસર સર્વ નાનામોટા જીવાત્માઓને ધર્મ બતાવો ઘટે.
નેંધ –ઉપરની ધમાં જે દૃષ્ટિબિંદુઓ રજૂ થયાં છે તેને આ સૂત્રમાં આવતું “વિચાર અને વિવેકપુર સર સૌ કોઈને ધર્મ બતાવવો ઘટે? એ વાક્ય ખૂબ પુષ્ટિ આપે છે. આ સૂત્રમાં “મુનિ સાધક ઉપદેશ આપે” એવુંય વાક્ય છે. એ પરથી એની પાછળ તથા મુનિ શબ્દ ઘણાં સૂત્રોમાં વારેવાર વપરાય છે એની પાછળ શું અર્થ છે તે સમજાય છે. જે સાધક પૂર્ણ વિચારક અને સદા જાગરુક હોય છે તે મુનિ ગણાય છે. મુનિ પદ અહીં પૂર્ણ ત્યાગી પુરુષની યોગ્યતા બતાવે છે અને એવા ત્યાગી પુરુષો જ ઉપદેશ આપવાને માટે વધુ યોગ્ય છે એમ પણ સૂચવે છે. જેમણે ધર્મમાત્ર વાંચીને નહિ પણ અનુભવથી પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ સફળ ઉપદેષ્ટા થઈ શકે એ તો સ્પષ્ટ બીના છે.
આ સૂત્રથી હવે એ પણું સહેજે સમજાશે કે આ રીતે આવા ત્યાગી પુરુષો જગતની અનુપમ સેવા બજાવી શકે છે. અજ્ઞાન એ જ સર્વ દુઃખનું