________________
૨૬૮
આચારાંગસૂત્ર
લેવાથી સંકીર્ણતા પેસી ગઈ હોય છે. અને તેવી સંકુચિતતામાં જ પોતાના સંપ્રદાયનો ધર્મ છે, એ જ પરિપૂર્ણ છે, અને અમારા મતમાં આવે તે જ મોક્ષ, મુક્તિ–નિર્વાણ કે સ્વર્ગ મળે છે, એમ માનનારો વર્ગ પ્રત્યેક સંપ્રદાયમાં મોટે ભાગે હોય છે. પણ એ યથાર્થ નથી.
જેકે પિતાના સંપ્રદાયમાં પ્રવર્તત ધર્મ તેના પ્રવર્તક મહાપુરુષે કેવા સમયમાં અને કયા સ્થળે પ્રવર્તાવ્યો હતો તે વખતે તે દેશની પ્રજાનું માનસ કેવું હતું ? તે પ્રદેશ કર્યો હતો ત્યારે પ્રજામાં સામુદાયિક વિકાસ કેટલો હતો ? આ બધા પ્રશ્નો સાથે તે ધર્મ, મત કે સંપ્રદાયના ઈતિહાસને ગાઢ સંબંધ છે. એવું સત્ય વિચારે તો ધર્મને નામે લેશ પણ સાંપ્રદાયિક્તા કે અધર્મ ના નભી શકે. પરંતુ આવા સત્ય વિચાર માટે જે બુદ્ધિ જાગૃત થવી જોઈએ તે બુદ્ધિની આડે મનુષ્ય મતાગ્રહની જે દીવાલ બાંધી દીધી હોય છે, તે આડી ઊભે છે અને સત્યને સ્પર્શ કરવા જતા રોકી રાખે છે.
મિયા આડંબર, આંધળી ભક્તિ, મિથ્યા અતિશયોક્તિ અને પરંપરાગત કલ્પનાથી એનું માનસ એટલું રૂઢ થઈ ગયું હોય છે, અને હૃદય એટલું તો આવેશમય બની ગયું હોય છે, કે નવીન વિચારશ્રેણુને પચાવી શકે તેવી વિવેક:બુદ્ધિય તેનામાં ઉદ્દભવી શક્તી નથી. તે માત્ર ઉપરના કર્મકાડેમાં મગ્ન રહી ધર્મપાલનની ઇતિસમાપ્તિ માની લે છે, વ્યવહાર અને ધર્મમાં મોટું અંતર પડવાના નિમિત્તરૂપ જે કંઈ હોય. તે આવા પ્રકારની જડતા જ છે. અને આ જડતાએ ધર્મનું ઉધાર ખાતું નિભાવ્યું છે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે. એથી જ સૂત્રકાર એ સ્થિતિથી બચવાનું કહે છે.
ધર્મ તો જીવનવ્યાપી વસ્તુ છે. ધર્મિષ્ઠ ધર્મસ્થાનમાં જ માત્ર નહિ પણ વિશ્વનાં જે ક્ષેત્રો કે સ્થાનમાં તે હોય ત્યાં પવિત્ર રહી શકે, અને પવિત્રતાનું વાતાવરણ ફેલાવી શકે. તે એવી સાચી ધર્મભાવના સમજાવે છે, અને ધર્મની આવી નગદ ભાવના ચુકાવી જે જડ રૂઢિએ વહેમ, લાલચ અને ભયનાં ભૂતની સૃષ્ટિ જન્માવી છે એ ધર્મ જ નથી એમ
સ્પષ્ટ કરે છે. આવો નગદ ધર્મ વ્યક્તિગત પળાય તો તેમાં વિશ્વનું કલ્યાણ છે જ.
અહિંસાના પાલનથી અન્ય જીવોને નિર્ભયતા અને શાંતિ મળે છે, અને વિશ્વમાં સ્વાર્થ માટે પ્રવર્તી રહેલાં યુદ્ધો અને વૈરવૃત્તિનાં શમન