________________
૨૬૬
આચારાંગસૂત્ર
પૂર્વક વેદી શકે છે. સહેજ પણ હર્ષ કે શોકની લાગણી તેમને સ્પર્શવા પામતી નથી, અને આ રીતે વૃત્તિના નિર્બળ સંસ્કારને નિર્મૂળ કરતાં કરતાં તેઓ વધુ ને વધુ સાત્વિક જીવન ઘડળે જાય છે. આનું જ નામ ચારિત્રનું ઘડતર.
[૨] આગમના જાણ, જ્ઞાની અનુભવી સાધકે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર દિશાનાં ભિન્નભિન્ન સ્થળોમાં જે લોકો વસે છે, તે સૌને અનુકંપાબુદ્ધિથી તેમની યોગ્યતા પ્રમાણે ધર્મના જુદાજુદા વિભાગો કહી બતાવવા તથા એ ધર્મની વાસ્તવિકતા પણ સમજાવવી.
નેધ-પ્રથમ તો અહીં આગમન જાણ જ્ઞાની એવું સાધકનું વિશેષણ છે. તે એટલા માટે છે કે સો કેઈ ઉપદેશક બનવાનું સાહસ ન કરે ! ઉપદેશ તો જ્ઞાની, અનુભવી, માનસશાસ્ત્રને અભ્યાસી, સ્વર અને શાસ્ત્રા તથા દેશકાળનો જાણકાર, વિવેકી અને વિચારશીલ હોવો જોઇએ. તેમ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે. આટલી ઉચ્ચ ગ્યતાવાળો જ ઉપદેશ આપે. એમ કહેવાનો આશય એ છે કે ઉપદેશ ઉપર જ શાસ્ત્રનો મોટો આધાર હોઈ લોકો તેના ઉપદેશ પર રખે બેટે માર્ગે દોરવાઈ જાય એ ભય રહે જ. એટલે ઉપદેશની પૂર્ણ યોગ્યતા પછી જ એ કાર્ય એમને ઑપવું જોઈએ એ ભાવ આ સૂત્રમાં પ્રધાન રૂપે દેખાઈ આવે છે.
અહીં ચારે દિશાઓને નિર્દેશ કરવાનું કારણ એ છે કે ધર્મ તો સૂર્યના પ્રકાશ જેવો વ્યાપક છે. અમુક માટે હોય અને અમુક માટે નહિ એ ધર્મમા પક્ષપાત ન હોય કે ન હોવો ઘટે. તેમ જ મુનિ સાધક પણ પિતાનો અનુભવ અભેદભાવે અને નિઃસંકોચ રીતે કોઈ પણ જાતિ, દેશ કે ધર્મને માનનારાને કહે. એને પણ પક્ષપાત ન હોવો જોઈએ. કોઈને અહીં પ્રશ્ન થાય કે એવા મસ્ત અને નિષ્પક્ષપાતી મુનિ સાધકને ઉપદેશ આપવાની શી જરૂર ? આથી જ સૂત્રકાર કહે છે કે-જેઓનું માનસ ઉપદેશ ગ્રહણ કરવાને ગ્ય લાગે તેમને જ એ આપે, અથવા જે આપે કે માગે તેને જ આપે. પણ કોઈ જાતની સ્પૃહા રાખી આપવાની ઉતાવળ ન કરે.
કે ઘણા સાધકોમાં તે સૌ કોઈને ઉપદેશ આપવાની પ્રથા થઈ પડે છે, તેઓ પોતાની પાસે જે કઈ હોય તે જલદી બીજાને આપવા મંડી પડે છે. પણ એ વૃત્તિ ઉચ્ચ કોટિના સાધક માટે યોગ્ય નથી. આ વૃત્તિ જન્મવાનાં કારણોમાં પિપટિયું જ્ઞાન અને આત્મશ્રદ્ધાની અલ્પતા મુખ્ય હોય