________________
સદુપદેશ અને શાંત સાધના ૨૬૫
ગુરુદેવ બોલ્યા[૧] મુનિ સાધકને ભિક્ષાર્થે જતાં ઘરમાં કે ઘરની આસપાસમાં, ગામમાં કે ગામોની આસપાસમાં નગરમાં, કે નગરની આસપાસમાં (વિહાર કરતાં), અને બીજા દેશમાં કે દેશની આસપાસમાં, કોઈ ઉપસર્ગ કરે, (ખોટી રીતે કષ્ટ કે અતિકષ્ટ આપે. અથવા બીજા કંઈ સંકટ કે દુઃખ આવી પડે) તો તેવા પ્રસંગે ધૈર્ય ધારણ કરી, અડગ રહીને સમ્યક્દષ્ટિવંત (સમદષ્ટિ વાળા) એ મુનિએ એ બધાં દુઃખો સમભાવપૂર્વક સહન કરવાં.
નોંધ –મુનિ સાધકને માટે જ ભિક્ષા ક્ષમ્ય છે, એમ અહીં ફલિત થાય છે. જે મુનિ સાધકે પ્રાપ્ત થયેલા કે થનારા પ્રત્યેક પદાર્થ પરથી પિતાની માલિકી ઉતારી હેય, એટલું જ નહિ પણ પોતાનું શરીર સુદ્ધાં વિશ્વને ચરણે ધરી દીધું હોય અને જે સંચમના સાધનરૂપે જ દેહ તથા તેને લગતાં સાધનોનો ઉપગ કરતે હોય એને જ ભિક્ષાને હક છે. અર્થાત્ આટલી હદને જેણે ત્યાગ કર્યો છે, એ જ ભિક્ષા લઈ શકે.
આટલા ત્યાગ પછીયે ભિક્ષા કે વસ્ત્રાદિ સાધને ન મળે, કઈ નિંદે કે પ્રશસે, કઈ પૂજે કે તિરસ્કાર, તોયે ત્યાગીની દૃષ્ટિમાં ન વિષમતા આવે કે ન મન પર સારી કે માઠી અસર થાય ! એની દષ્ટિ કેવળ દિવ્ય અને સત્યમય હોય. એ સત્ય અને દિવ્ય અંશો જ ગ્રહણ કરે, બીજા છોડી દે, અસત્ય અને અનિષ્ટને વરજે; કારણ કે એ મહાપુરુષો એમ સમજે છે કે જગતના માનવો જે કંઈ કરી નાખે છે એ વૃત્તિની અધીનતાને લઈને કરે છે, અને એથી એમને કઈ કષ્ટ આપે ત્યારે એ માને છે કે એમાં એમનો નહિ પણ એમની વૃત્તિને દેષ છે; અને એ વૃત્તિને પણ અમારું નિમિત્ત મળે જ વેગ આવ્યો, એટલે અમારી આંતરિક વૃત્તિ પણ એમાં કારણભૂત હેવી જ જોઇએ. કારણ કે પૂર્વકાળે કે વર્તમાન કાળે જે જે જીવાત્માઓના પ્રસંગમાં આવી જેવા જેવા સંસ્કારથી સારું કે બૂરું જે કર્મ કર્યું હોય તે કર્મ જ તેવાં તેવાં નિમિત્તો મેળવી આવું પરિણામ લાવે.
આવી રીતે આવા જ્ઞાનીઓ અને ત્યાગી પુરુષો કર્મના અચળ કાયદાને અંત:કરણપૂર્વક સમજતા હોઈ પિતાની વિવેકબુદ્ધિથી આ બધું સમભાવ