________________
સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૬૩ જયારે સાધકોમાં વિચારશક્તિ તીવ્ર હોવા છતાં ક્રિયાશક્તિમાં મંદતા, અનુચિતતા કે વિદ્ધતા દેખાય ત્યારે ત્યાં આવું જ કંઈ કારણ હોય એમ ઊંડાણથી તપાસતાં સહેજે જણાઈ આવશે.
સામાન્ય રીતે આપણે પતન શબ્દને જ્યાં ને ત્યાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ પતનના પણ અનેક પ્રકારે હોય છે. જગતની દૃષ્ટિએ, ડાહ્યા ગણુતા માનવની દૃષ્ટિએ જે પતને મહાન હોય છે, તેમાંનાં ઘણાંખરાં જ્ઞાનીઓની દષ્ટિએ સામાન્ય હોય છે; અને જે સામાન્ય હોય છે, તે જ ઘણી વાર મહાન હોય છે. કારણ કે જગતની દષ્ટિ બહાર તરફ હોય છે, જ્ઞાનીઓની દૃષ્ટિ અંતઃકરણ તરફ હોય છે. જ્ઞાનીઓ તે પતનને પણ વિકાસનું પૂર્વરૂપ માને છે. એને એ બનવાગ્ય હોય છે એમ પણ કહે છે, એટલે જ એ જ્ઞાની પુરુષો પુનઃપુનઃ પોકારીને ભાખે છે કે સત્યાથી સાધકે પ્રત્યેક સ્થળે સમભાવી રહેવું અને બનવું એ જ ઉત્તમ માર્ગ છે. આ પરથી પંડિત અને મોક્ષાથી સાધક આટલું ખાસ અવધારે કે સમતાયોગની પરાકાષ્ટાએ પહોંચવું એ જ સકળ સાધનાની સંપૂર્ણ સિદ્ધિ છે. સમતામાં વ્યકિતની દષ્ટિએ કોઈ ઊંચા કે નીચ નથી.
એમ કહું છું. ધૂત અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત થયે.