________________
સાધનાની સમવિષમ શ્રેણીઓ ર૬૧ આવતા દુષ્ટ વિકલ્પ તરફ જે સાધક બેદરકાર રહે છે, તેને માનસ પર તે વિકલ્પ ગાઢ સંસ્કારરૂપે સ્થિર અસર મૂકી જાય છે. અને એ ગાઢ સંસ્કાર નિમિત્ત મળે વિષયો તરફ સાધકને ખેંચી જાય છે. આથી જ સૂત્રકાર બીજી વાતમાં એ કહી નાખે છે કે એવા સાધકેનું આ જાતનું પતન થવું આશ્ચર્યકારી કે નવીન નથી.
આ પરથી એ ફલિત થયું કે મન અને વાણથી અનેકવાર પતન થયા પછી જ કાયાથી પતન થાય છે. એટલે મનના વિકલ્પ પર સૌથી પ્રથમ કાબૂ રાખવો ઘટે. પરંતુ ઊંડાણથી જોતાં એ સ્પષ્ટ જણાશે કે આજે કાયાપતન પર જેટલું લક્ષ્ય અપાય છે એટલું માનસિક પતન પર નથી અપાતું. જગતની આંખને પણ તે જ નજરે ચડે છે. અહીં આવા સાધકેના સંબંધમાં જ્ઞાની પુરુષો એમ કહે છે કે એમના પ્રત્યે ઘણું ન કરતાં દયા રાખી તેમનાં દૃષ્ટિબિંદુઓને મૂળથી બદલી વિકલ્પોનું સર્વથા શમન કરવું ઘટે. એમ કરવાથી એમનું અધ:પતન અટકી વિકાસ થવાનો સંભવ છે.
[૧૨] પરંતુ પ્રિય જન્! એમ કરવાને બદલે સંયમથી ભ્રષ્ટ થતા આવા સાધકની દુનિયા ઊલટી અપકીતિ ફેલાવે છે. જોકે તેમના પ્રતિ કહે છે કે “અરે આ જુઓ ત્યાગ અંગીકાર કરી–સાધુ બની ફરીથી પાછે સંસારના ભૂલાવામાં પડ્યો છે.
નેધ–આમ વદીને સૂત્રકાર એમ કહેવા માગે છે કે આ કેટિના સાધકનું પતન દુષ્ટ વિકલ્પના જેરને અધીન થઈ નિમિત્તવશાત્ થયું છે. એવા સાધકની અપકીર્તિ કરવી યોગ્ય નથી. પહેલાને તિરસ્કાર કરવાથી વિકૃતિ વધે છે, ઘટતી નથી. કેઈને અહીં એમ કહેવાનું મન થશે કે ત્યારે શું એ નિભાવી લઈ એમની પ્રશંસા કરવી ? એનું સમાધાન સૂત્રકાર મહાત્મા આગળના સૂત્રમાં આપે છે.
[૧૩] અહો સાધકે! આ તરફ જુઓ અને વિચારે; તમે એવા ઘણું સાધકોને જોઈ શકશો કે જેઓ ઉદ્યમવંત (અપ્રમત્ત મુનિ સાધકે)ના સત્સંગમાં નિકટ રહેવા છતાં આળસુ રહે છે. સંયમ, તપશ્ચરણાદિ પ્રશસ્ત ક્રિયાઓમાં વિનયવંત રહેલા સાધકની સાથે હોવા છતાં અવિનીત રહે છે; તીવ્ર વૈરાગ્યવાનની સાથે વસવા