________________
સાધનાની સમવિષમ શ્રેણીઓ
૨૫૯
માન્યતાને, મત કે ધર્મને આગ્રહ, હું ઊંચ અને બીજા નીચ એવા જ કઈ મિથ્યાભિમાનથી જાગે છે; અને એ મિથ્યાભિમાનને લઈને જ આત્મશ્રદ્ધા હણાય છે, ઝનૂન પોષાય છે, તેમજ બીજા પ્રત્યે ઘણું અને તિરસ્કાર પણ જાગે છે. કેટલીક વાર તો આવા ઝનૂની માનવાની હિંસાભાવના એટલી
બળવત્તર બને છે કે જે તેઓનું ચાલતું હોય તો આખા જગતને હણને પણ પિતાનું મહત્ત્વ સ્થાપે. અને તેમના વાસનામય જગતમાં તે તેઓ જગતને હણી જ રહ્યા હોય છે. અહીં માનવતા નથી, તો પછી સંયમ કે જ્ઞાન શાનું સંભવે ? આથી જ્ઞાની પુરુષો આવા સાધકને ઠેકાણે લાવવા કેવી જાતને પ્રયત્ન કરે છે તે આવતા સૂત્રમાં સૂત્રકાર વર્ણવવા માગે છે.
[૯] ભગવદ્ ! એવા સાધકને સતપુરુષો કઈ જાતની હિતશિક્ષા આપી શકે? મોક્ષાથી જંબુ! આવા સાધકને પુરુષો આ રીતે સદ્દબેધામૃત પાય છેઃ હે પુરુષ! તું જગતને મૂર્ખ માની રહ્યો છે, પરંતુ એવી તારી માન્યતા જ તું પોતે મૂખ છે એની પ્રતીતિ આપે છે. તું અધર્મને ધર્મ માની રહ્યો છે, હિંસાવૃત્તિથી નાનામોટા જીવજંતુને જાતે મારી રહ્યો છે, ફલાણાને મારે એવા હિંસાને ઉપદેશ કરી રહ્યો છે, કિવા એ હણાય તો ઠીક એમ માની રહ્યો છે. એ પરથી લાગે છે કે ખરેખર તું સાચા ધર્મથી તદ્દન અજ્ઞાત છે, તું અધર્મને જ અથી છે અને હિંસામાં જ માનનારે છે. આ સાધક ! જ્ઞાની પુરુષોએ દુઃખે કરીને આરાધી શકાય એવો માર્ગ કહ્યો છે, પરંતુ તે તે મહાપુરુષોની આ વાતનું રહસ્ય ન જાણતાં તેમની આજ્ઞાનો ભંગ કરી આજે એ જ ઉત્તમ કોટિના સધર્મની ઉપેક્ષા કરી રહ્યો છે. અને એને પરિણામે ખરેખર તું મોહમાં મૂચ્છિત અને હિંસામાં તત્પર થયેલા દેખાય છે. એમ કહું છું.:
નેંધ – પુરુષોની કેવી અમીમય દષ્ટિ હોય ? એના વચનમાં કેટલી અનુકંપા અને મીઠાશ હોય? તથા ધર્મ અને અધર્મની વ્યાખ્યા શી હોય ? એનાં અહીં દર્શન થાય છે. સંપ્રદાય, મોહ કે પ્રતિષ્ઠાના મોહથી જન્મતી જે ભયંકરતા ગત સૂત્રની નોંધમાં વર્ણવાઈ છે, તે જ આ સૂત્રમાં સ્પષ્ટ રૂપે કહેવાઈ છે. હવે સૂત્રકાર પુનઃ અન્ય કેટિના સાધકે વિષે કહેવા માગે છે.