________________
૨૫૮
આચારાંગસૂત્ર વાદની દૃષ્ટિએ બધા ધર્મો, મતો કે સંપ્રદાયોને નિરખતા શીખવું એ જ સાચા કે ઊંચા ધર્મનું રહસ્ય છે. પણ એ હેતુ ભૂલી જઈ મારે જ ધમ ઊંચે છે, અથવા હું જ ઊંચે છું, હું જ જ્ઞાની છું, હું જ ચારિત્રવાન છું, મારી જ ઉચ્ચ જ્ઞાતિ કે ઉચ્ચ સમાજ છે, આવુંઆવું એક યા બીજા પ્રકારનું મિથ્યાભિમાન સાધકદશામાં ગયા પછી પણ જે સાધકોમાં રહી જાય છે એ સાધકેની સ્થિતિને સૂત્રકારે ઉપરની બધી સ્થિતિઓમાં અધમ વર્ણવી છે. બીજાં પતમાં ક્યાંય જન્મજન્મ સુધી સંસારનું પરિભ્રમણ કહ્યું નથી, પણ એ અહીં કહ્યું છે. અનુભવથી પણ આટલું તો સમજાય તેવું છે કે પોતાની કે બીજાની દૃષ્ટિએ બીજાં પતને પતનરૂપે દેખાય છે. આ પતન છેવટ સુધી પતનરૂપે પોતાને કે બીજાને દેખાતું નથી, અને એથી જ એ વધુ ભયંકર છે.
એક વ્યક્તિને એક ધર્મમાંથી ખેંચી પરાણે બીજા ધર્મમાં લાવો, અને વાણીથી, પ્રલોભનથી શક્ય ન બને તે બળાત્કારથીચે લાવો, અને છતાં એ પાપક્રિયા નથી પણ ઘમ છે, ધર્મ ખાતર હિંસા પણ ક્ષમ્ય છે, એવાએવા ઉપદેશ આપી ઝનૂનને પ્રચાર કર, ધર્મને નામે રક્તની નદીઓ વહેવડાવવી, માનવમાનવ વચ્ચેની સહજ પ્રેમળ વૃત્તિમાં ઝેર રેડી એમની વચ્ચે ભેદની દીવાલો ખડી કરવી, માણસાઈ વિસરાવવી, અને માનવસભ્યતા ભૂલવી-એ બધાંનું મૂળકારણ ઝનૂનભરી ઘર્મની આપણી વૃત્તિ છે એમ કહ્યા વિના કેમ ચાલશે ? બાકી, હિસ્ત્ર પશુઓ પણ પિોતપોતાની જાતિ પ્રત્યે માયાળુ હોય છે, તો માનવમાનવ વચ્ચે આવી
માણસ ખાઉં, માણસ ગંધાય” જેવી વૃત્તિ હોય, એ માનવસંસ્કૃતિને વિઘાતક જ છે. આ વૃત્તિને પોષવામાં વિશ્વના અકલ્યાણની અનિષ્ટતાને સંભવ છે. આથી જ સૂત્રકાર “ધર્મનું રહસ્ય યથાર્થ જાણો” એમ કહીને એમ સ્પષ્ટ કર્થ છે કે એવી વૃત્તિ મહાન હાનિકર છે. તેમાં ધર્મ નથી, પણ ધર્મને નામે આવેલ ધર્મને વિકાર છે.
સાધકેમાં કેઈ ઊંચ કે કેઈ નીચ નથી. તેમ ઈ ધર્મ પણ ઊંચ કે નીચ નથી. શરીરનાં જેમ પગથી માંડીને શિર સુધીનાં બધાં અંગે ઉપચગી છે, તેમ બધા સાધકે જગતની દષ્ટિએ ઉપયોગી છે. ધર્મો, મત અને સંપ્રદાય માત્ર સાધન છે, ઉપર ચડવાની સીડીઓ છે. જેની જેટલી શક્તિ તેટલું તે સ્વીકારે. એમાં આગ્રહ શાને ?