________________
આચારાંગસૂત્ર
[૧૦] વળી હે જંબૂ! કેટલાએક સાધકે ત્યાગમાર્ગની દીક્ષા અંગીકાર કરતી વખતે પ્રાપ્ત થયેલા ભોગસંબંધોને “આનાથી શું સુખ થવાનું છે ?’ એમ માની તથા માતા, પિતા, સ્ત્રી, પુત્ર, જ્ઞાતિ તથા ધનદેલત ઇત્યાદિ પરના આસક્તિવાળા સંબંધને છેડીને પરાક્રમથી દીક્ષા લે છે, અહિંસા, સત્ય ઇત્યાદિ વ્રતનું પાલન કરવા મથે છે અને જિતેન્દ્રિય પણ બને છે; પરંતુ એ વૈરાગ્ય જરા નરમ પડતાં જ પાછી કાયર બની સંયમધર્મથી ભ્રષ્ટ થાય છે.
નોંઘ –અહીં સૂત્રકાર તેવા સાધકોને વર્ણવે છે કે તેઓ પદાર્થમાં સુખ નથી એમ માની પદાર્થ પ્રત્યે કેવળ તિરસ્કાર કરીને વૈરાગ્યને ધારણ કરે છે ! આ વૈરાગ્ય સર્વોચ્ચ ન ગણાય એ સમજી શકાય તેવી વાત છે, અને તે વૈરાગ્ય પ્રસંગ પડશે ઓસરી જોય સંભવિત છે. સૂત્રકાર એમ કહેવા માગે છે કે સત્યાસત્યની પારખબુદ્ધિ પછી સહજ ભાવે જે વૈરાગ્ય જન્મ, તે જ વૈરાગ્ય સાચે વૈરાગ્ય જણાય. અને કાયમ ટકે એ વૈરાગ્ય થતાં જ આસક્તિની મંદતાને અંગે વૃત્તિમાં સંચમ આવે અથવા પદાર્થ ત્યાગની ભાવના ફૂરે એ સ્વાભાવિક છે. સારાંશ કે અજ્ઞાનતાથી, પદાર્થોને માત્ર ત્યાગ કરવાથી વૈરાગ્ય ક્રૂરત નથી, અને ક્રૂરે તે એ ઓસરી જાય છે. કારણ કે એ વૈરાગ્યદશામાં વૃત્તિને પલટે ન થવાથી સંકલ્પવિકલ્પો રહ્યાં કરે છે. પ્રસંગ મળતાં પતન પણ થાય છે, કે જેને સૂત્રકાર. હવે પછીના સૂત્રમાં કહેલા માગે છે.
[૧૧ વીર જંબૂ! સાંભળ; જેઓ વિષય અને કષાયને અધીન થઈ દુષ્ટ સંકલ્પવિકલ્પ કર્યા કરે, અને જેમનામાં તેવા દુષ્ટ વિચારોને દબાવવાનું પૂર્ણ બળ પણ ન હોય, તેઓ એવા વખતે સાધનાયુત થાય તેમાં આશ્ચર્ય શું? કશું આશ્ચર્ય નથી.
નેધ –અહીં સૂત્રકાર બે વાતો કહે છે એક તો–કોઈને એમ શંકા થાય કે વિષ અને કષાને સંબંધ તો વૃત્તિ સાથે છે, અને વૃત્તિનો સંપૂર્ણ ક્ષચ તે સંપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય ત્યારે જ થાય. ત્યાં સુધી શું સંયમ કે ત્યાગ ન સંભવે ? આનું સમાધાન આ સૂત્રમાંથી મળી રહે છે. સૂત્રકાર એમ કહે છે કે વૃત્તિને સંપૂર્ણ વિજય ભલે ન થયો હોય, તોયે વૃત્તિ પર આવતા દુષ્ટ વિકલ્પોને અટકાવવાનું બળ તો કેળવવું જ જોઈએ.