________________
૨૬૨
આચારાંગસૂત્ર છતા પાપિષ્ઠ વૃત્તિવાળા રહે છે, અને પવિત્ર પુરુષના નિત્ય સમાગમમાં રહેવા છતાં અપવિત્ર રહે છે.
નોંધ –આને ભાવ એ છે કે પતિતને પતિત કહેવાથી કે તેના પ્રત્યે ધૃણું કરવાથી તેનામાં સંસ્કારિતા નથી આવી શકતી. સંસ્કારિતાનો આધાર ઉપાદાન પર છે. ઉપાદાનની અશુદ્ધિને વેગ એટલો તે વિચિત્ર હોય છે, કે જે સદા પુરુષોની નિકટમાં રહેતા સાધકને પિતા તરફ ખેંચી જાય છે. તો બીજાનું શું ગજું ? એમ પણ ઉપરના સૂત્રમાં બતાવ્યું છે. આ બધાનો સારાંશ એ કે પતિત પ્રત્યે દ્વેષ કે ધૃણા ન હોવી ઘટે. પતિત થવાનાં મૂળ કારણે પ્રત્યે ભલે હોય ! કઈ પણ પિતાની મેળે જગતની દૃષ્ટિએ હલકું થવા કે પતનને નોતરવા ઇચ્છતું નથી. પણ તય વૃત્તિની અધીનતાથી એમ થવા પામે છે. આથી એ વૃત્તિ પ્રત્યે ક્રોધ હેવો ઘટે. અને વ્યક્તિ પ્રત્યે જે પ્રેમ ઢોળાય તો તે જરૂર સુધરે.
[૧૪] માટે આત્માથી જંબૂ! આ બધા રહસ્યને વિચારીને (મર્યાદાશીલ) નિયમિત પંડિત, મેક્ષાથી અને વીર સાધકે પોતાનું પરાક્રમ હમેશાં આવા આગમના માર્ગે વહાવવું અર્થાત કે પિતાની શક્તિને વેગ આ માર્ગે વાળો.
ઉપસંહાર સાધનાની વિકટ કેડી પરથી અનેક સાધકેના પગ લપસવાનું બને છે. કેઈન અપ અને કોઈના વધુ પતનનું મૂળકારણ તો કલ્પના અને અનુભવ વચ્ચેના ભેદની અણસમજણ જ મુખ્યત્વે હોય છે. જે સાધક વિચારને જીવનમાં વણને જ પછી આગળની કલ્પના કરે છે, તે કમપૂર્વક આગળ વધે છે. પણ જે કલ્પનાના ઘડાને દેડાવ્યે રાખે છે અને એ ક્રિયાને પોતાના જીવન પર અંક્તિ અને અનુભૂત કરતો નથી, તે સાધક ઘણુંખરું પાછળ જ રહી જાય છે અને એથી તેના સૂક્ષ્મ જગતનું અને સ્થળ જગતનું અંતર વધતું જાય છે. એટલે કલ્પનામાં તે એ ઠેઠ અંતિમ ભૂમિકાએ પહોંચી જતો હોય કે ગયે હોય એમ ઘણી વાર એને લાગે છે. પરંતુ સ્થળ એટલે કે ક્રિયાત્મક જગતમાં એ બહુ જ પાછળ રહી ગયેલ હોય છે. અને આ રીતે જેમજેમ અંદર અને બહારનું અંતર વધે છે, તેમ તેમ એની મુશ્કેલીઓ પણ વધતી જાય છે.