________________
પંચમ ઉદ્દેશક
સદુપદેશ અને શાંત સાધના
આ ધૂત અધ્યયનના ચાર ઉદ્દેશકોમાં સાધનાને લગતી કમિક વાત કહી, હવે સાધનામાં પરિપકવ થયેલા મુનિ સાધકની દિનચર્યા વણવવાને અહી સૂત્રકાર પ્રયાસ કરે છે.
મુનિ સાધકનું જીવન બાહ્યદૃષ્ટિએ જોતાં વ્યકિતગત વિકાસ સાધવા પૂરતું દેખાશે, તેયે એ વ્યકિતગત સાધના અતડી, અલી કે સ્વાથી નથી હોતી, પરંતુ ઉદાર, વિવેકી અને પરમાથી હેય છે. એથી એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કે ઈનુંય અહિત ન હોય, એટલું જ નહિ પણ એ સાધનામાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે રિસાના ક૯યાણને ઉચ્ચતમ આદશ હેય છે, અને હવે જ ઘટે. કારણ કે વ્યક્તિ અને વિશ્વને ગાઢ સંબંધ છે. વ્યક્તિનું સૂક્ષ્મ કે સ્થળ પ્રત્યેક આંદોલન જળાશયનાં કૂંડાળાંની પેઠે ઠેઠ કિનારા સુધી ફરી વળે છે.
વ્યક્તિના સુધાર વિના વિશ્વને સુધાર નથી, સ્વદયા વિના પર દયા શક્ય નથી, સંયમ વિના દયા કે વિશ્વબંધુત્વ પ્રાપ્ય નથી, ત્યાગ સિવાય વિધૈકય સાધ્ય નથી, સ્વાર્પણ સિવાય નિરાસક્તિની પ્રાપ્તિ નથી, અને નિરાસક્તદશાની પ્રાપ્તિ વિના સાચું સુખ કે શાંતિ નથી. એ બોધપાઠ ભિક્ષુ સાધની દિનચર્યા પરથી સહેજે મળી રહે છે.