________________
સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૫૭ સમાજ પિતાને નિંદશે એવા ભયથી જ જેમ રગશિયા ગાડાને પૂછલેલ બળદ હાંકે તેમ સાધકદશાને હાથે જાય છે. તેનું અંતર ત્યાગમાં તન્મય થતું નથી, અને એથી એમને માટે ત્યાગી જીવન એ એક કંટાળાભરેલી વસ્તુ બની જાય છે. જોકે આવા સાધકે સમાજ કે ધર્મને લાંછન લાગે તેવું કાર્ય કરતા નથી, પરંતુ તેમને જીવનરસ ચુસાઈ ગયો હોવાથી તેઓ પોતાનું વ્યક્તિગત કે સમાજગત હિત પણ સાધી શકતા નથી, એટલે કે માત્ર શુષ્ક જીવન પસાર કર્યો જાય છે. આ સ્થળે એમ કહેવું પ્રાપ્ત થાય છે કે આવા સાધકેમાં રસ લાવવાની શક્યતા તો છે જ, માત્ર સમાજમાં ઉદારતા હોવી ઘટે. એથી જ આવા સાધકવર્ગની સ્થિતિ બીજા બધા સાધકો કરતાં વધુ વિચારણા માગે છે.
[૮] ઘણું સાધકે “અમે જ જ્ઞાની છીએ” એવા ફળમાં ને ડોળમાં બીજાઓને નીચા માની પતનના માર્ગે વધુ ને વધુ જતા જાય છે. એમની સાથેના જે સાધકે આવા ડોળથી ઉદાસીન રહે છે તેમને તેઓ ઉલટા ધુત્કારે છે, પામર માને છે અને બીજાની દષ્ટિએ હલકા પાડે છે. [ આટલું કહીને સૂત્રકાર કહે છે કે ] આવા બાળપંડિત સાધારણ જનોમાં પણ ધિક્કાર પામે છે, અને ખરેખર બહુ લાંબા કાળ પયત આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. માટે બુદ્ધિમાન સાધકે સધર્મના રહસ્યને યથાર્થ રીતે જાણતા શીખવું ઘટે.
નોંધ –અહીં સૂત્રકાર એવી કોટિના સાધકની વાત કરે છે કે જે ધર્મચુસ્ત કહેવાય છે, છતાં સાચા ધર્મથી વિમુખ હોય છે. વિમુખ શા સારુ ? એને આકાર પણ ઉપરના સૂત્રમાં આપ્યો છે. એ પરથી સાપેક્ષવાદનું રહસ્ય પણ સમજાય તેમ છે. સૂત્રકારના આશય પ્રમાણે જોતાં ભિન્નભિન્ન ધર્મ, મત કે સંપ્રદાયે ભિન્નભિન્ન ભૂમિકામાં રહેલા સાધકને મંડળરૂપે નિર્માય છે, નિમાર્યા હોય છે, કે નિર્માચાં હોવાં ઘટે. કારણ કે મંડળને હેતુ ભેદ પાડવાને નહિ પણ સમતાથી સહકાર સાધવાનો હોય છે. એક સ્થળ કે એક ભૂમિકા સૌને લાગુ ન પડે, એટલે ભિન્નભિન્ન દષ્ટિબિંદુએ ભિન્નભિન્ન દેશકાળને અનુલક્ષીને મંડળ યોજાય છે. અને એથી જે સાધક
જ્યાં એ જો હોય ત્યાં ત્યાંથી તે ધારે તે પોતાને વિકાસ સાધી શકે છે. અને એમ કરવું એને માટે વધુ સરળ અને ઉચિત હોવું ઘટે.
બાકી આ ધર્મ સારે છે કે આ બૂરે છે એ માત્ર દષ્ટિભેદ છે. અપેક્ષા૧૭