________________
સાધનાની સમવિષમ શ્રેણીઓ
૨૫૫
સાધકોથી આ સાધનામાર્ગ નિંદાય છે. ધર્મને નામે અત્યાચાર, હત્યા અને એવાં દૂષણે આવી જાતના સાધકેથી પેસવાનો ભય રહે છે. આવા સાધની પિતાની વિકૃતિ તો વધે જ છે. પરંતુ પોતાનાં નિકૃષ્ટ દેલનને તેઓ જગતમાં ફેલાવે છે, એટલે તે વિકૃતિ ભયંકર નીવડે છે. ધર્મ જેવા જીવનદાયી અને સંસ્કારી તત્ત્વથી કે તે પરની શ્રદ્ધાથી બુદ્ધિમાન વર્ગને વંચિત રાખવામાં આવા સાધકોની જીવનચર્યા એક મહાન કારણભૂત બને છે. આવા સાધક શિક્ષાના અધિકારી રહેતા નથી. જે શિક્ષા આપે એને જ એ નિંદે છે. એટલા નીચેની ભૂમિકા પર તે ચાલ્યા જાય છે. માત્ર અંધ, જડ, વહેમી અને લાલચુ પ્રજામાં એનું પતન ફૂલેફાલે છે.
[૪] પ્રિય જંબૂ! પણ કેટલાએક તે પોતે ભ્રષ્ટ હોવા છતાં બીજા સુશીલ, ક્ષમાવંત અને વિવેકપૂર્વક સંયમમાર્ગમાં પ્રવર્તતા મુનિ દેવને પણ ભ્રષ્ટ કહેતા ફરે છે. તેવા મૂખ અને મંદ સાધકે તે ખરેખર બેવડા ગુનાને પાત્ર છે.
| નેધ અહીં આવેલો આ વિભાગ એક વિચિત્ર કોટિના સાધનો છે. જેમાં ચારિત્રબળ રહેતું નથી, જેઓને આત્મવિશ્વાસ ખૂટતો જાય છે, છતાં જેમને પ્રથમ કઈ ધર્મ કે વેશને બહાને જામેલી પ્રતિષ્ઠા ગુમાવવાનું મુશ્કેલ થઈ પડે છે, અથવા પ્રથમ ચારિત્રબળથી જે પૂજા, પ્રતિષ્ઠા કે સન્માન મેળવ્યાં હોય છે તે ચારિત્રબળ ખૂટ ચાલી જવાનો જેમને ભય લાગે છે, તેઓ પોતાનું સ્થાન ટકાવવા માટે ગુણ જન અને ચારિત્રશાલી વ્યક્તિઓની નિંદાનો માર્ગ અખત્યાર કરે છે. તેમની આ વાત છે. જોકે આમ કરવાથી એમનો ઉદ્દેશ સરતો નથી, અને આત્મિક પતન વધુ થાય છે; તોયે શાસ્ત્રકાર કહે છે કે તેઓ ખરેખર દયાપાત્ર છે. કારણ કે અહીં તેમનું અજ્ઞાન દૂષિત છે, તેઓ દૂષિત નથી. આવા સાધકને શાણું સાધકે ધારે તો ઠેકાણે લાવવામાં સફળ થાય છે. કારણ કે તેઓ અભિમાની કે અકડ નથી હોતા. એથી તેઓ જલદી સુધરી શકે છે.
[૫] આત્માથી જંબૂ! વળી કેટલાએક સાધકે પોતે શુદ્ધ સંયમ પાળી શકતા નથી પણ બીજાને શુદ્ધ સંયમ પાળવાની પ્રેરણા કરે છે, અને શુદ્ધ સંયમના પાલક તરફ બહુ માન પણ ધરાવે છે.