________________
સાધનાની સમવિષમ શ્રેણીએ
૨૫૩
સયેાગ ઉદ્ધૃત મનાવે છે, તા ખીજો સ ચમમાં શિથિલતા લાવે છે. આટલું સાધક અવશ્ય વિચારે.
ઉપરના પ્રથમ સૂત્રમાં જ્ઞાનનું અજીર્ણ થયું હોય તેવા સાધકાને નિર્દેશ છે. 6 અનુભવ વિના જ્ઞાન પચે નહિ,' એ સૂત્ર ખરેખર મનનીચ છે. જ્યારે સદ્ગુરુ શિષ્યની માનસચિકિત્સા પૂ રીતે કર્યા વગર, એટલે એ શિષ્યની અનુભવદૃષ્ટિ જ્યાં ન પહેાંચી શક્તી હેચ એવું જ્ઞાન આપી દે છે, ત્યારે જ આવું અજીણુ થવાના ભય છે.
જેમ માત્રાની દવાઓ પુષ્ટિકારક હેાય છે, અને માચાળુ વૈદ્ય પેાતાના પ્રિય દીને જલદી શક્તિમાન થવા ઇચ્છે છે, તેાચે તે દર્દીની હેાજરી ખરાખર જીરવી શકે ત્યારે જ એને આપી શકે અને ત્યારે જ એને ફાયદો પડતા થાય. આમાં જેટલી ઉતાવળ તેટલું દર્દીને દુ:ખ થવાનેા સંભવ વિશેષ. આ વાત અનુભવસિદ્ધ હાવાથી હિતેષી વૈદ્ય દર્દી ઉતાવળ કરે તેચે આવી ભૂલ કરતા નથી. તેમ જ્ઞાની પુરુષાએ પણ સાધકા પ્રત્યેક તેટલું અને તેવું જ લક્ષ આપવું ઘટે. આ જ દૃષ્ટિબિંદુએ જ્ઞાની પુરુષો એવા સાધકને માટે અમુક જ વાચન, અમુક જ સોંગ, અમુક જ ખાનપાન અને વસ્ત્રાદિ સામગ્રી તથા અમુક જ સ્થાન નિયત કરી નિયમબદ્ધતા યાછ દે છે. અને એમની પ્રત્યેક પ્રવૃત્તિ પર પછી પણ દૃષ્ટિપાત કરતા રહે છે. અમુક સાધકે એ કાટિના હાય છે કે જે કાયમ ગુરુઆજ્ઞામાં ટકી રહે છે. પણ અહીં એવા સાધકાની વાત છે કે જે સાધકો પૂર્વગ્રહાને અધીન હેાય છે. આવા સાધકા સત્પુરુષને સંપૂર્ણ અધીન થઈ કે રહી શકતા નથી, અને તે કારણે એમની સ્થિતિ ત્રિશંકુ જેવી બની જાય છે. આવા સાધકા ગુરુઆજ્ઞાને બંધન માને છે. તેાયે પેાતાની વૃત્તિના ધનમાં ખરાખર જકડાઈ જાય છે અને તેથી જ કેવળ ઉદ્ધૃત ખની ઊલટી પ્રવૃત્તિમાં પડી જાય છે. આ એક પ્રકારના પતનને જ મા` છે. અને એવા સાધકોને એ વધુ પીડે છે. વધુ એટલા માટે કે એવા સાધાનું શાસ્ત્રીય જ્ઞાન કેવળ વાચાળતારૂપે પરિણમવાથી તે જ્ઞાનના વેપાર કરવા માંડી પડે, છે, અને ખીજાઓને સખાધી બ્રહ્મચર્ચી, સંચમ, ત્યાગ, તપ, અણુતા એવા એવા અનેક વિષયેા પર સુંદર વક્તવ્ય કે લખાણ કરવા છતાં પેાતાના જીવનમાં ઉતારવાનું ભૂલી જાય છે. આવા સાધકા જગતની દૃષ્ટિએ ત્યાગી કે સચમી દેખાય છે; બહારની પૂજા, પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકે છે; પણ