________________
સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૫૧ કલ્પના અને અનુભવ વચ્ચેના ભેદનું જેમને જ્ઞાન હેતું નથી તેવા સાધકે જેમજેમ અનુભવ થતો જાય છે તેમતેમ મૂંઝાય છે. એક તરફ ચિત્તના પરિતાપે તેમનાં બળ, જિજ્ઞાસા અને સંયમને પ્રવાહ શેષાવા માંડે છે, અને બીજી તરફ પહેલાં કરેલી મહાન કલપનાઓ અને મહત્ત્વાકાંક્ષાનાં શિખરે ભાંગી પડવાને ભય તેમની મૂંઝવણમાં ઉમેરો કરે છે.
તેઓ પૂર્વગ્રહોના સંઘરી રાખેલા વળગાડને સાથે લઈને ફરતા હોઈ સગુનું શરણ સ્વીકારી શકતા નથી, અને
સ્વીકારે તો પચાવી શકતા નથી. એટલે મૂઢ અહુકાર તેમને ઉદ્ધત બનાવી મૂકે અને તેની શક્તિને વિકૃત કરે, તેમાં કંઈ આશ્ચય જેવું ન ગણાય. જોકે આવા સાધકે બાહ્ય દૃષ્ટિએ સંયમી, ત્યાગી અને તપસ્વી સમા દેખાય છે, બીજાઓને સન્માગે પ્રેરી શકે એવી ચમત્કારી શક્તિ પણ ધરાવે છે, તેય તેમના પિતાના વિકાસને દોર કાંઠે બંધાઈ ગયેલો છે. એટલે કાંઠે બંધાયેલા દોરવાળા નાવની પેઠે એ બુદ્ધિ અને ક્રિયાઓનાં હલેસાં મારવા છતાં એટલા જ વર્તુળમાં શેકાઈ રહે છે, વિકાસના ભાગે સીધી ગતિ કરી શકતા નથી. તેવા સાધકેની ભૂમિકાઓનો અને તેમના ઉકેલનો ઉલ્લેખ આપવા સારુ
ગુરુદેવ બેલ્યા: [૧-૨) વહાલા જંભૂ ! આગળ કહ્યા પ્રમાણે વીર અને વિદ્વાન ગુરુદેવ રાત્રિદિવસ સતત તાલીમ આપી શિષ્યોને તૈયાર કરે છે. છતાં તેમાંના કેટલાક શિષ્ય ગુરુદેવ પાસેથી જ્ઞાન મળ્યા પછી, એના આશયને ન ઓળખવાથી, શાંતભાવને છેડી દઈ અભિમાની, સ્વછંદાચારી અને ઉદ્ધત બની જાય છે. અને કેટલાક સાધકે પ્રથમ તે