________________
૨૫૨
આચારાંગસૂત્ર ઉત્સાહપૂર્વક સંયમમાં જોડાય છે, પણ જોડાયા બાદ પુરુષની આશાને અનાદર કરીને સુખલંપટ થઈ વિવિધ વિષયોની જાળમાં ફસાય છે.
નોંધ –આ વિશ્વના રંગમંડપ પર ઘણું નટ થઈ નાચે છે, અને ઘણું દ્રષ્ટા બની જુએ છે. પણ નાચનારા કે જેનારામાંના વિરલને જ આ બધું નાટક માત્ર છે તેવું ભાન થાય છે. આવું કંઈક ભાન જાગે કે જાગવાની તૈયારી થાય ત્યારે જ સાધનાનો માર્ગ ગમે. ત્યાં સુધી તો માનવમાત્ર સાધનોને સાચ માની સાધનનો જ દુરુપયોગ કરે એ સ્વાભાવિક છે. જગતમાં આવું જ કંઈ દેખાય છે. પણ સૂત્રકાર માનવને સંબોધીને માનવજાતને સંબોધે છે; કારણ એ છે કે તેઓને સાધનામાં જોડાવાની યોગ્ય સામગ્રી સહજ પ્રાપ્ત હોય છે. અને એથી કુદરતનો સંકેત એમને માટે સ્વતંત્ર અને સહજ છે. એટલે માનવ ધારે તો આવી સંસારની ગતાનુગતિક પ્રવૃત્તિનો તે પલટ કરી શકે છે. અને એમ કરવું એ માનવજીવનને પ્રધાન હેતુ પણ છે.
પરંતુ અહીં સાધનામાર્ગ ગમે, તોયે કેવળ ગમવા માત્રથી તે માર્ગે જવાતું નથી, એ વાત ભૂલવી જોઇતી નથી. એટલે જેણે એ માર્ગે જવા યોગ્ય આંતરિક બળ ખીલવ્યું હોય, તે જ અહીં પગ મૂકી શકે.
ઘણીવાર કેટલાક સાધકના સંબંધમાં એવું પણ બને છે કે એકને આકસ્મિક રીતે પ્રથમ પ્રથમ બધા અનુકળ સંગે મળી રહે છે; જેવા કે, સદ્ગુરુ કે સરળ ઉપસાધન ગ, સુંદર અને સરળ દર્શન, ભક્તિમાન અને ગુણ્ષી ભક્તમંડળ, અને સાધના માટે સહજ પ્રાપ્ત થતાં ભેજન, વસ્ત્રાદિ સાધન વગેરે. આથી “ અમે પૂર્વે આંતરિક બળ ખીલવ્યું હશે તેથી તે આજે સાધનો પાની આંતરિક બળને લીધે જ આગળ ધપીએ છીએ ” એમ માની એ સાધકો હવે જાણે આંતરિક બળ ખીલવવાની એમને જરૂર જ ન હોય તેમ વર્તવા માંડે છે. પણ કટીના સંગે ઉપસ્થિત થતાં એમની આ માન્યતા હી પડે છે, અને એમને પોતાની આંતરિક નબળાઇઓનું ભાન પણ થાય છે. એટલે સૂત્રકારના આશય પ્રમાણે પ્રથમથી જ આંતરિક તૈયારી કરવી જોઈએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે. પૂર્ણ ( આંતરિક તૈયારી વિના અનુકળ પ્રતિકુળ કોઈ પણ સંયોગો પચતા નથી. એક