________________
૨૫૪
આચારાંગસૂત્ર
આત્માનાં સન્માન પામી શક્તા નથી. આખરે તે એમને પટકાઈને પણ સન્માર્ગે વળવું જ પડે છે, અને તેમાંના ઘણાખરા વળે છે ખરા. પણ જેટલો એ માર્ગે સમય વધુ પસાર કરે તેટલું જ તેમને પાછળથી પસ્તાવું અને સહવું પડે. કદાચ જન્મ આખો વીતી જાય. તોયે ગભ્રષ્ટ થઈ અન્ય જન્મે ફરીથી સાધનાના માર્ગે જોડાયે જ એમને છૂટકે થાય છે.
બીજા સૂત્રમાં બીજી કેટીના સાધકોની વાત છે. એમાં આજ્ઞાની આરાધનાને બહિષ્કાર તો છે જ, તોયે એમાં ઉદ્ધતાઈના અંશે નથી. એટલો ફેર છે. એટલે અહીં સાધનો બલાત્કૃત દેષ ન ગણાય. તેમના પૂર્વ અધ્યાસે જ એને વિષય તરફ ખેંચી જાય છે, અને તેઓ ખેંચાઈ જાય છે. જોકે આમ થવામાં મુખ્ય કારણભૂત તેમની અસાવધતા તો છે જ, કે જે ક્ષમ્ય ન ગણાય. અને તે લગભગ સમજફેરથી જન્મી હોય છે. કારણ કે ત્યાગ એટલે પદાર્થ પર થતી લાલસા અને વિષ તરફ ખેંચાતી વૃત્તિઓને રેવાનો પ્રાગ, અને તપ એટલે ઇચ્છાનો નિરોધ, એવું એને ભાન ન હોવાથી આ ગેરસમજ જન્મે છે; અને એથી એ માત્ર પદાર્થ ત્યાગ કરી સાધનાની ઈતિસમાપ્તિ માની લે છે, અથવા વેગથી ખેંચાઈને પ્રયોગ કરવા માંડે છે. પણ આખરે સમાજવિનાને આ વેગ અમુક સમય જ ટકે છે. એ ચાલી જાય એટલે એમનો વેગ બદલાય છે અને પૂર્વ અધ્યાસે જાગૃત થતાં તે ખેંચાઈ જાય છે. આવા સાધકને અવલંબન મળી જાય તો તે જલદી ઠેકાણે આવી જવાનો સંભવ રહે ખરે.
[૩] સાધક જંબુ! આપણે ઘણાના મનનીય અને પૂજનીય થઈશું એવી માન મેળવવાની વૃત્તિથી કેટલાક ત્યાગ ગ્રહણ કરે છે. પણ તેઓ પાછળ મોક્ષમાર્ગમાં ન ચાલતાં કામેચ્છાથી બળી બહારના સુખમાં મૂછિત થઈને વિષયોનું ધ્યાન ધરે છે અને તીર્થકરભાષિત સમાધિને સાધવામાં સફળ થતા નથી. પ્રિય જંબૂ! આવે વખતે જે તેમને કઈ હિતશિક્ષા આપે તો તે સાંભળીને ઊલટા તે શિખામણ દેનારને જ નિંદવા મંડી પડે છે.
નોંધ –અહીં તે પ્રથમથી જ ઉદ્દેશની અશુદ્ધિ છે. શક્તિવિનાને ત્યાગ ક્યાંથી પચે ? પણ આવા સાધકે કરતાંય એમને સાધનામાર્ગમાં જોડી દેનાર સાધકે વધુ જવાબદાર છે, એમ માનવું જ રહ્યું. કારણ કે આવા