________________
તૃતીય ઉદ્દેશક
દેહદમન અને દિવ્યતા
ધૂત અધ્યયનમાં પૂર્વગ્રહને પરિહાર અને સ્વાર્પણની ઉપગિતા એમ બે ઉદ્દેશક વર્ણવ્યા પછી હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકમાં ક્રિયાત્મક તપશ્ચર્યાનું વર્ણન કરે છે. વૃત્તિને વશ કરવામાં શારીરિક તપનું મહત્વ કાંઈ ઓછું નથી. શારીરિક તપ માનસિક તપ માટે અનિવાર્ય ઉપયોગી છે, એમાં પણ અનુભવી પુરુષની શંકા નથી. પરંતુ એ શારીરિક તપ શક્તિ અનુસાર અને વિષયરસ–વાસનાવિજ્યના હેતુપૂર્વક હેવું ઘટે.
જે રીતે વિલાસભેગોથી ટેવાયેલું શરીર આળસ, પ્રમાદ, અને મિથ્યાચારથી સાધકનું પતન કરે છે, તે રીતે શક્તિથી આધક અને કમથી વિરુદ્ધ કરાયેલી તપશ્ચર્યા પણ દેહરૂપી સાધનને અકાળે કચડી નાંખે છે. તપશ્ચર્યાને હેતુ શરીર કસવાને છે, મન અને ઇન્દ્રિયના ઉશ્કેરાટને શમાવવાને છે, શરીરને શિથિલ બનાવવાનું નહિ. અહીં એ દષ્ટિએ વિવિધ તપની આલેચના કરતા