________________
૨૪૪
આચારાંગસૂત્ર સાધકે વનવાસી કે ગુફાવાસી હતા એવા જિનકલ્પી મુનિવરોને સંબોધીને સૂત્રકાર આ કથન ભાખે છે. આજે જૈન મુનિવરે વસતિમાં વસે છે, એટલે કેઈને કશોયે આગ્રહ રાખવા જેવું નથી. પણ અહીં તો સૂત્ર પછવાડેની ભાવના ખાસ વિચારવાયોગ્ય છે. અલ્પ વસ્ત્ર ને નિર્વસ્ત્રની ભાવના પછવાડે કેવળ ઉપાધિ ઘટાડવાનો હેતુ છે. એ હેતુ ફલિત થતો હોય તે સાધન પૂરતાં વસ્ત્રો હોય તેમાંયે બાધા જેવું નથી, અને જે હેતુ ન ફલિત થતું હોય તો નિર્વસ્ત્ર રહેવામાં કષ્ટ સહનની દષ્ટિએ કદાચ વિશેષતા લાગે, તોયે તે વિશેષતા ત્યાગની દષ્ટિએ મામૂલી છે.
કુદરતને જેટલું અનુકૂળ થવાય તેટલું જ સહજ બની જવાય. આવી સહજ પ્રવૃત્તિવાળા સાધકને નિર્વસ્ત્ર રહેવું જરાયે કઠિન કે અસ્વાભાવિક નથી. પણ આ સહજતા તેના જીવનની પ્રત્યેક ક્રિયામાં વણાયેલી હોય તો જ તે વાસ્તવિક ગણુંય, અને એટલા માટે હવે પછીના સૂત્રમાં સૂત્રકાર
[] વસ્ત્રરહિત રહેતા તેવા સાધક મુનિઓને કદાચ (તણશા પર સૂવાનું હોવાથી) તણખલાં કે કાંટા ભરાયા કરે, અથવા ટાઢ વાય કે તાપ લાગે, અથવા ડાંસ કે મચ્છરે કરડે ઇત્યાદિ પ્રતિકૂલ ( ન ગમતા) પરિષહ આવી પડે, ત્યારે જે મુનિ સાધકે પોતાની તેમાં અડગ રહી તે બધા સમભાવપૂર્વક સહેતા રહે છે, તે જ સાચા તપસ્વીઓ ગણાય છે.
નેધ–અહીં જ નગ્નપણાની વાસ્તવિક્તાની કસેટી છે. એક ક્રિયામાં કુદરતને અનૂકળ રહેવાનું માનનાર બીજી ક્ષિામાં ન રહેતો દેખાય તો તે કુદરતી કાયદાને બરાબર સમજો છે, એમ ન મનાય. દેહાધ્યાસ ટે ત્યારે જ નિસર્ગને સાંગોપાંગ અનુસરવું સહજ થઈ રહે. અહીં નગ્નપણાને. નિર્દેશ પણ તે હેતુએ છે. નગ્ન થઈ જવામાં વિશેષતા નથી. પણ નગ્નતા સહજસાધ્ય બનાવવામાં વિશેષતા છે. અને જે સહજતાને પંથે હોય એને તો એ પણ સહજ હોય. આવા સહજનને ઠંડી, તાપ કે જલથી બચવાના બીજા અકુદરતી ઉપાયે કરવાનું મન ન થાય; ડાંસ કે મચ્છરના ડંખમાંય એની વૃત્તિ અચળ રહે. આવી જાતની સહજ તપશ્ચર્યામાં જ સમતા ટકે છે.