________________
દેહદમન અને દિવ્યતા
૨૪૩
ગુરુદેવ બોલ્યા:[૧] સધર્મને આરાધક અને પવિત્ર ચારિત્રને પાળનાર મુનિ સાધક ધર્મોપકરણ સિવાય બધા પદાર્થોનો ત્યાગ કરે.
નોંધ-જેણે વાસ્તવિક ધર્મને ના હોય, અને જેને કર્મના અચળ કાયદામાં અવિચળ શ્રદ્ધા હોય, તે જરૂરિયાત સિવાય કશુંયે ન વાપરી શકે, ન આચરી શકે, અને ન સંઘરી શકે. અથવા બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય કે, જેણે પોતાની જરૂરિયાત સંકેચી છે, તેણે જ ધર્મને યથાર્થ જામ્યો છે. ધર્મ એ અમુક સ્થાને પાળવાની કે શબ્દો દ્વારા ઉચ્ચારવાની વસ્તુ નથી; પણ ધર્મ એ તો જીવન સાથે સંકળાયેલી વસ્તુ છે. એમ કહી વિશ્વસંબંધની જવાબદારીનું ભાન કરાવ્યું છે. પુણ્યથી કે પુરુષાર્થથી મળ્યું છે તેને ઉપભોગ શા સારુ ન કરીએ ? શક્તિ છે તે સ્વાર્થ શા સારુ ન સાધીએ ? એમ કહેનારને આ સૂત્ર રેકે છે. પ્રત્યેક વ્યકિતએ પિતાને પ્રાપ્ત થયેલાં કે થવાનાં સાધનોનો સાધનની મર્યાદા સમજીને જ ઉપયોગ કરવો ઘટે. અને જેની પાસે મર્યાદાથી વધુ હોય તેણે તેનો ઉપયોગ વિશ્વ માટે ખુલ્લો મૂકવો જોઈએ. માનવી પદાર્થોનો માલિક નથી, માત્ર વિનિમય કરનાર છે. તેનાં બુદ્ધિ, કળા અને શકિત પદાર્થોની સુંદર અને સફળ વ્યવસ્થા માટે નિર્ણાયેલાં છે. એને જેટલો દુરુપચોગ થાય એટલું જગતમાં દુ:ખ વધે એ સ્વાભાવિક છે. પણ આજે તો માલિકીની ભાવનાએ મર્યાદાની સીમા ઉલ્લંધી છે. એથી જ જગત હોવું જોઈએ એથી વધુ દુઃખી છે.
[૨] જે મુનિ અલ્પ વસ્ત્રાદિ (ઉપગપૂરતાં સાધને) રાખે છે અથવા તદ્દન વસ્ત્રરહિત રહે છે એવા મુનિને આવી ચિંતા જરીયે રહેતી નથી, જેવી કે, “મારાં વસ્ત્રો ફાટી ગયાં છે. મારે બીજું નવું વસ્ત્ર લાવવું છે, સોય દેરા લાવવી છે, વસ્ત્ર સાંધવું છે, શીવવું છે, વધારવું છે, તેવું છે, પહેરવું છે, વિંટાળવું છે.”
નોંધ –મુનિ સાધક માટેની જવાબદારી સૌથી વધે છે, કારણકે એને તે સાધન પર પણ મમત્વ ન હોવું ઘટે. એ સમજાવવા અલ્પ વસ્ત્ર અથવા નિવસ્ત્રની ભાવના રજૂ કરી છે. જોકે આજે મુનિઓનું નિર્વસ્ત્ર રહેવું કે હોવું એ લોકજીવનની દષ્ટિએ અવ્યવહારુ લાગે છે, પણ પૂર્વકાળે જે મુનિ