________________
૨૪૬
આચારાંગસૂત્ર
કથનથી એટલું જ સમજવાનું છે કે –મોક્ષાથી સાધકને શરીરશુશ્રષાને મેહ ન હોય, અને દીર્ધ તપશ્ચર્યા એને સહજ હોય. પણ એ જ વાક્ય લખી આ જ સૂત્રમાં સૂત્રકાર જણાવે છે કે –એ બધું વિવેકપૂર્વક હોય, એટલે કે તેમની બધી ક્રિયા હેતુપૂર્વક અને સહજ હોય. તે તપસ્વીનું શરીર જેટલું કુશ હોય તેટલી જ તેની વાસના પણ કૃશ હોય. તેનામાં ક્રોધાદિ કષાયો ઘટયા હોય અને ક્ષમાદિ ગુણો વધ્યા હોય. આવા સાધકો સંસારમાં હોવા છતાં સંસારસમુદ્રથી પાર જાણવા. એમ કહીને સૂત્રકાર સમજાવે છે કે સંસાર પોતે બંધનકર્તા નથી, પણ રાગાદિ આંતરિક શત્રુઓને અંગે જે સંસાર નિર્માય છે એ બંધનક્ત છે. આથી એ ફલિત થયું કે સંસારને અંત આંતરિક રિપુઓના નાશ વિના થઈ શકે નહિ.
[૬] અહો જંબુ! આ રીતે બહુ લાંબા કાળથી સંયમમાર્ગમાં રમનારા, અસંયમથી નિવૃત્ત થયેલા અને ઉત્તરોતર પ્રશસ્ત ભાવમાં પ્રવર્તનારા મુનિ સાધકને શું સંયમમાર્ગમાં થયેલી અરુચિ (અણગમો) સંયમથી ચલિત બનાવી શકે ?
નોંધવિરત, ભિક્ષુ, ચિરસંચમી એ ત્રણ વિશેષણે મુનિ સાધકને વાપરી એવા સાધકને પણ શું કંટાળે ઊપજે? એ સૂત્રકારે જ અહીં પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નની પાછળ એમનો દઢ અનુભવપૂર્વકનો નિશ્ચય રજૂ કરવા માગે છે. આવા સુયોગ્ય ભિક્ષુ સાધકને કઈ સ્થળે કંટાળો હોય નહિ, એવી પાકી પ્રતીતિ તેઓ આપે છે. અને કહેવા માગે છે કે આવા ભિક્ષુને કઈ પણ પ્રલોભન કે સંકટના પ્રસંગે સ્પશી શકતા જ નથી. અને સ્પર્શી તાય એમની વૃત્તિ ચલિત થતી નથી. આ ભૂમિકા ઘણી જ ઉચ્ચકોટિની છે, છે. આટલી હદે પહોચેલો સાધક નિરાસક્તિથી પરાકાષ્ટાએ પહોંએ ગણાય. અહીં ત્યાગના ફળનું માપ બતાવ્યું છે. સુંદર કે અસુંદર પ્રસંગે સાધકના મન પર કે કર્મ પર કેવી અસર ઉપજાવે છે, તે પરથી એ સાધકે કેટલો વિકાસ સાથે છે અને કેટલી દિવ્યતા મેળવી છે એનું માપ કાઢી શકાય. સારાંશ કે –જેમનામાં સમતા છે, એમને સારા કે માઠા પ્રસંગે કશી અસર કરી શક્તા નથી.
[૭] તેથી જ કહું છું કે વહાલા જંબૂ! આવા જાગૃત અને ગુણવિશિષ્ટ સાધકને અરુચિ કશું પણ કરી શકતી નથી, કારણ કે