________________
દેહદમન અને દિવ્યતા ૨૪૫ જેમાં સમતા નથી અને પ્રતિકારવૃત્તિ છે તે દેહદમન લાભને બદલે કેવળ હાનિ જ કરે છે.
[૪] માટે જે આશયથી ભગવાને ફરમાવ્યું છે એ પવિત્ર આશય સહિત પ્રત્યેક સાધક સમભાવપૂર્વક વર્તે, અને પૂર્વે જે જે ભવ્ય મહષિ સાધકેએ ઘણાંઘણાં વર્ષો લગી સતત સંયમમાં રહી જે જે કષ્ટ સહન કર્યા છે, તે તે તરફ દૃષ્ટિબિંદુ રાખે.
નોંધ –આ સૂત્રમાં કહે છે કે –“ ભગવાન જે કાંઈ વઘા છે, તે વચનને વિવેકબુદ્ધિપૂર્વક વિચારીને આચર.” આ વાક્ય કહીને સાધકો પ્રતિ સૂત્રકાર એમ કહેવા માંગે છે કે સૌ પોતાની શક્તિ જોઈને ડગ ભરે. કેટલુંક સુંદર છે એમ જાણીને ઘેલા સાઘકે ઝંપલાવે છે. પરંતુ તે માર્ગે ગયા પછી શક્તિ ખૂટી જવાથી તે પાછા ડગ ભરે છે એ ઉચિત નથી. માટે સાધનામાર્ગમાં પ્રવેશતાં પહેલાં વિચાર કરવો ઘટે.
મહાસમર્થ સાધકોને પણ અનેક કષ્ટ સહેવા પડ્યાં છે એની યાદી આપી એમ બતાવવા માંગે છે કે કર્મો કઈ પણ કરનારને છોડતાં નથી. જે રીતે કર્મો કરતી વખતે જીવ પ્રસન્ન રહે છે તે રીતે કર્મો ભગવતી વખતે પણ જે પ્રસન્ન રહી શકે તે જ વીર પુરુષે જાણવા. આથી ભોગવતી વખતે પણ સુખ કે દુઃખ એ પોતાનાં કરેલાં કર્મોનું પરિણામ છે, એમ જાણી બીજા પર દેષ ન દેતાં પોતાના જ આત્માને સુંદર બનાવવાને પુરુષાર્થ કરવો ઘટે એવો અહીં ભાવ છે.
[૫] જ્ઞાની સાધકની ભુજાઓ કૃશ હોય છે. એનાં શરીરમાં માંસ તથા લેહી બહુ ડું હોય છે. એવા મુનિઓ સમત્વભાવનાથી રાગદ્વેષ તથા કષાયરૂપ સંસારશ્રેણીનો નાશ કરી ક્ષમાદિ ઉચ્ચ ગુણેના ધારક બને છે; અને તેથી એ સંસારસમુદ્રથી તરેલા, ભવબંધનથી છૂટેલા, અને પાપી પ્રવૃત્તિથી દૂર થયેલા ગણાય છે.
|ોંધ:આ સૂત્રમાં જ્ઞાની હોય એ દેહદમનની મર્યાદા જાણી યથાર્થ તપશ્ચરણ અવશ્ય કરે એવી ભાવના મૂકી, જે જ્ઞાનનું ફળ જીવનમાં પરિણમે એ જ જ્ઞાન એમ બતાવ્યું છે. પણ આથી જેનાં હાડમાંસ સુકાયેલાં હોય એ જ જ્ઞાની કે મુક્તિના આધકારી છે, એવું કઈ રખે માની લે ! આ