________________
२४८
આચારાંગસૂત્ર
રીતે ઉત્સાહી થઈ શકતા નથી. આવા સાધકને પંડિત અને પીઢ સાધકે પક્ષીઓ જેમ પોતાનાં બચ્ચાંને ધીરેધીરે સંભાળપૂર્વક ઉછેરે તેમ ઘણીઘણી સંભાળ રાખી ધમમાં કુશળ બનાવે. કારણ કે આ રીતે અનુક્રમપૂર્વક રાત્રિ અને દિવસ તાલીમ આપવાથી તેઓ આ સંસારનાં બંધનોને તરી શકવા માટે સમર્થ થઈ શકે છે.
નોંધ –આ સૂત્રમાં જૈન ધર્મને સમજીને કણ પચાવી શકે એ સૂત્રકારે સમજાવ્યું છે. જેઓને એ ધર્મ સમજાય છે, તે એમને ઠેકાણે લાવવા પ્રયત્ન કરે. કારણ કે જે પુરુષોને આ ધર્મ પચ્યો હોય તેઓ જ બીજાની ભૂલો સહજ ભાવે ગળી શકે અને ભૂલેલા તરફ ઊલટા વધુ ઉદારતા દર્શાવી શકે.
બીજી વાત એ છે કે ઘણું સાધકેના સંબંધમાં એવું પણ બને કે તેઓ ત્યાગ અને તપશ્ચર્યાથી સ્વેચ્છાપૂર્વક અનેક કષ્ટો સહ્યા છતાં અને સંયમના સાંકડા માર્ગમાં ઘણું મુશ્કેલીઓથી પસાર થવા છતાં, જ્યારે તેમને જનસમૂહ કે સમાજ તરફની સદ્ભાવના કે સહાનુભૂતિ પ્રાપ્ત ન થાય ત્યારે એ નિરુત્સાહ અને નીરસ બની જાય. તથા એને સંયમ તથા સંચમના નિયમો પણ કંટાળારૂપ લાગે, તેમજ તેને સમાજ પ્રત્યે ઘણું પણ થાય. આવે સમયે પીઢ સાધકોએ તેમના મનને અસંતોષ દૂર કરી ઉત્સાહ અને નવચેતન ફુરાવવા ઘટે; કારણ કે ઘણીવાર અપરિપકવ સાધકની ગરમી માનસિક જડતાની ઠંડીમાંથી ઉગારી લેવામાં પૂર્ણ મદદ કરે છે.
આ સૂત્ર તે ત્યાં સુધી કહે છે કે ધર્મિષ્ઠ પુરુષોનું સમસ્ત જીવન તે કાર્યમાં અર્પણ થઈ ગયું હોય. રાત્રિ કે દિનની પરવા કર્યા વગર તેઓ સત્પ્રવૃત્તિમાં પરાયણ રહે, અને તેમની કોઈ પણ ક્રિયા એવી ન થાય કે જેનો ઉપયોગ જગતના હિત અર્થે ન હોય ! જગતના તો એ આધારભૂત સ્તંભ હોય છતાં એમનામાં વાત્સલ્યનાં અમૃત ભર્યા હોય, પંથભૂલેલા પર તો એ પિતાને છાજે તેવું વાત્સલ્ય દર્શાવે.
ઉપસંહાર વૃત્તિદાન માટે દેહદમન પણ આવશ્યક છે. દેહદમનને અને દિવ્યતાને જન્યજનક સંબંધ છે. જીવનપયોગી પ્રત્યેક સાધનાનો નિમમત્વભાવે