________________
સર્વોદયને સરળ માર્ગ-સ્વાર્પણ ૨૪૧ ગુરુકુળને વાસ પણ વિકાસની દૃષ્ટિએ છે. અને ત્યાગ પણ વિકાસની દૃષ્ટિએ હોઈ શકે છે. ગુરુકુળને વાસ કે ત્યાગ એને આગ્રહ નથી, પણ વિકાસને આગ્રહ છે. કેવળ આશયની ઉગ્રતા અને યોગ્યતા લક્ષગત હેવાં ઘટે.
ઉપસંહાર
પૂર્વસંબંધની શુદ્ધિ પછી જ ત્યાગ આરાધી શકાય, નિયમેની વાડથી તેની રક્ષા થાય, અને આસક્તિના વિજય પૂરતી એ ત્યાગની સિદ્ધિ ગણાય.
નિરાસક્તિ મેળવવા માટે એકાંતવૃત્તિની જિજ્ઞાસા, ઉપયોગમય (ધ્યેયયુક્ત) જીવન, વૈરાગ્યભીની ભાવના અને વૃત્તિની નગ્નતા તથા મુંડન એ ચાર મુખ્ય ઉપાયો છે.
મેહસંબંધ વિકાસને ધે છે. કર્તવ્યસંબંધ વિકાસને સાધે છે. કામવૃત્તિના વિજય વિના કામવિકાર સાધ્ય નથી. આસક્તિ જ સવ દુઃખનું મૂળ છે. નિખાલસતા. પવિત્રતા અને પ્રતિભાની અભિલાષા હોય, તો જેવી વૃત્તિ હોય તેવા દેખાવાને પ્રયત્ન કરે.
વૃત્તિઓને પ્રગટ કરનાર પાતકી પણ પ્રભુતા પામે છે. સ્વાર્પણનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે.
જ્ઞાની પુરુષોના આશયને સમજ મન, વચન અને વર્તનને તદનુકુળ બનાવવાં એનું નામ સ્વાર્પણ.
એમ કહું છું. ધૂત અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયો.