________________
૨૪૦
આચારાંગસૂત્ર નોંધ –સતપુની આજ્ઞાને અધીન થવામાં કંઈ ગુમાવવાનું હતું નથી, એની આમાં વધુ પ્રતીતિ છે. જે ક્રિયાથી પાપપ્રવૃત્તિ અટકે, અને આત્મરિપુઓ ઉપર વિજય મળતો જાય, તે જ સાચી ધર્મક્રિયા છે. અને તેવી ધર્મક્રિયાની આરાધનામાં જ જ્ઞાની પુરુષોની આજ્ઞાની આરાધના છે.
[૯] પ્રિય જંબૂ! કેટલાક પ્રતિમધારી મહર્ષિ સાધકને અમુક સમય માટે એકાકી વિચારવાની પ્રતિજ્ઞા હોય છે. આવા પ્રતિભાધારી મુનિઓએ સામાન્ય કે વિશેષને ભેદભાવ રાખ્યા વિના પ્રત્યેક કુળમાંથી શુદ્ધ ભિક્ષા મેળવવી, અને તે મળેલી ભિક્ષા સુંદર છે કે અસુંદર છે તે પણ એમાં સુંદરતા કે અસુંદરતાને આરેપ કર્યા વિના સમભાવે તેને ઉપયોગ કરી લેવો, તેમ જ એકાકી વિચરતાં માગે કેાઈ જંગલી પશુઓદ્વારા કંઈ ઉપદ્રવ થાય છે તે સમયે પણ વૈર્યપૂર્વક તે પ્રસંગને સહી લેવો.
નેંધ –અર્પણતાનો ઉદ્દેશ કોઈ વ્યક્તિમાં બંધાઈ જવું અથવા અમુક જ સ્થાનમાં રહેવું એવો નથી. પણ વીતરાગ પુરુષોના અનુભૂત માર્ગે ચાલવાનો પ્રયાસ કરવો એ જ સ્વાર્પણને હેતુ છે.
ભિક્ષુજીવનમાં કેટલાક સાધકે પ્રતિમા (ચોક્કસ પ્રકારની પ્રતિજ્ઞા) ધારણ કરે છે. તેમાં અમુક વખત એકલાપણે વિચારવાનું હોય છે. આ ક્રિયા લગભગ બે વર્ષ સુધી કરવાની હોય છે. એ પ્રતિમાના બાર પ્રકાર છે. તેનો વિશેષ આધકાર અને વિધિ નિયમો દશાશ્રુતસ્કંધ ઇત્યાદિ બીજાં સૂત્રોમાં વર્ણવેલો છે એટલે એનું વર્ણન અહીં અપ્રસ્તુત થશે. પરંતુ એ એકચર્યા સ્વછંદી કે દોષજન્ય ન હોય તો પ્રશંસનીય હોય છે. એમ અહીં સૂત્રકાર કહેવા માંગે છે.
અહીં જ સ્વાદ્વાદનું રચનાત્મક સ્વરૂપ સમજાય છે. સ્વાવાદમાં માનનાર દર્શન કઈ પણ પદાર્થને પદાર્થની દષ્ટિએ નિંદતું નથી. પદાર્થ સ્વયં નિંઘ નથી, પણ વૃત્તિની અશુદ્ધિ જ નિંદ્ય છે. પદાર્થ નિંદ્ય લાગતો હોય, તો તે પણ વૃત્તિને જ કારણે છે. એ વાત આ સૂત્રમાંથી સ્પષ્ટ નીકળે છે. કોઈને એમ પ્રશ્ન થાય કે અહીં એક્યર્ચાને ઉલ્લેખ શા માટે ? સૂત્રકાર કહે છે કે આજ્ઞાની અધીનતા એટલે ગુરુકુળમાં જ રહેવું એવું એકાંત નથી.