________________
સર્વોદયને સરળ માર્ગ–સ્વાર્પણ ૨૩૯ કે તર્કવિતર્કો સતાવી શક્તા નથી. લાગણીપ્રધાન સાધકેમાં અર્પણતાનું તત્વ વિકસેલું હોઈ એમને માટે આ માર્ગ અતિ સરળ અને સાધક નીવડે છે. પણ તે જ્યાંત્યાં અર્પણ ન થઈ જાય તે ખાતર અહીં સર્વપ્નદેવની આજ્ઞામાં અર્પણ થવાનું સૂચવ્યું છે, અને તે યોગ્ય છે.
જે જ્ઞાની પુરુષે સાધકના માર્ગની પૂર્ણ ચિકિત્સા કરી છે એ જ જ્ઞાન આપવાના અધિકારી છે તે વાત તે આગળ સ્પષ્ટ જ કરી છે. એટલે આ રીતે સત્પષની આજ્ઞા એ સાધકનું પરમ અવલંબન બની શકે તેમાં સંદેહ રાખવાનું કારણ રહેતું નથી, અને આજ્ઞાની અધીનતા આવી એટલે સાધક હળવો ફૂલ જેવો થઈ રહે એ સ્વાભાવિક છે.
પરંતુ હું કંઈક છું એ જાતને કાટે આ સંસારના સામાન્ય કેટીના માણમાં પણ રહ્યો હોય છે. તે જાય ત્યારે જ આજ્ઞાની અધીનતા આવે. જોકે આ સ્થિતિમાં પ્રથમ તો સાધકને પિતાનું વ્યક્તિત્વ જતું રહેતું હોય એવો ભય લાગે છે, પરંતુ ખરી રીતે તો વ્યક્તિત્વનો તેમાં વિકાસ છે. જેને પિતાના વ્યક્તિત્વનું સાચું ભાન થયું છે, તેનામાં તો વિશ્વ જેવડા મહાસાગરનું પિતે એક અવિભક્ત બિંદુ છે એવું જ્ઞાન સહેજે પ્રગટે. અને આટલું સમજ્યા પછી ભય શાનો? ઊલટું મહાસાગરમાં અર્પણ થવામાં તેને મોજ લાગે. પણ જેને વ્યકિતત્વનું જ્ઞાન નથી, તેને માટે તો હું કંઈક છું” એ ભાન કેવળ શરીરની આસપાસની યંત્રસામગ્રી અને સંકીર્ણતાને લઈને જ જનમ્યું હોય છે. અને એને માટે તો એ શલ્યનું જ કામ કરે છે. એટલે એ શલ્ય કાઢયે જ છૂટકે. વિશ્વબંધુત્વની ભાવના પણ આ શલ્ય દૂર થયા પછી જ જાગે છે.
[4] (ભગવન! વીતરાગ દેવ પિતે આજ્ઞા કરતા હશે ? સર્વથા ઈચ્છાથી રહિત થયેલા બંધનમુક્ત પુરુષોને આજ્ઞા આપવાનીયે શા માટે ? શ્રી જંબુએ પૂછયું. ગુરુદેવ બોલ્યાઃ–પ્રિય જન્! તે મહાપુરુષોએ સાધનાસિદ્ધિ કર્યા પછી પિતાના સંપૂર્ણ અનુભવો જગતકલ્યાણ માટે જાહેર કર્યા છે, તે માર્ગે ગમન કરવું તે જ એ મહાપુરુષોની આજ્ઞાની આરાધના છે.) માટે શાણું સાધકે સંયમમાર્ગમાં લીન રહી કર્મનાશના હેતુપૂર્વક ધર્મક્રિયાનું આચરણ કરવું. ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી જ ધર્મક્રિયા કરવાથી કર્મક્ષય થાય છે.