________________
પૂર્વગ્રહને પરિહાર
રર૩ હોઈ તે દુઃખમાંથી પણ છૂટી શક્તા નથી-કર્મમુક્તિ મેળવી શકતા નથી. | નેધ –આ સૂત્રમાં પૂર્વગ્રહનું કારણ બતાવ્યું છે. પૂર્વગ્રહ એટલે પૂર્વની દષ્ટિની પકડ કે જે અનેક પ્રકારની હોય છે. પોતે જે કુળમાં જન્મ્યો હોય, તે કુળની પકડ, ધર્મની પકડ, માન્યતાની પકડ, વ્યવહારની પકડ વગેરે. આવી પકડેનું કારણ સંકુચિતતા હોય છે. વૃક્ષોની ઉપમા આપી સૂત્રકાર એમ કહેવા માગે છે કે –વૃક્ષને દુ:ખ પડ્યું સ્થાન ફેરવવાની ઇચ્છા થાય, તોપણ તે એના હાથની વાત નથી. તે જ રીતે ઘણા સાધકને પોતાની પકડના ફળને જ્યારે દુઃખદ અનુભવ થાય છે, ત્યારે દુઃખથી ડરીને તે પડ છોડી દેવાની મનોદશા સેવે છે ખરા; પણ ફરીથી જ્યાં એ પ્રસંગ આવે છે ત્યાં તે જ ભૂલ ફરીથી કરી નાખે છે. આમ થઈ જવાનાં બે કારણો છે. એક તો શક્તિની ઊણપ અને બીજું વિચારને અભાવ. આથી જ તેઓ વૃત્તિને અધીન બની ગયેલા હોય છે. સાધનામાં આ એક મોટી ત્રટિ ગણાય.
આ રીતે આગળ વધેલા ગણતા સાધકે પણ એક યા બીજા પ્રકારે પૂવ ગ્રહમાં પડી મહાન અનર્થ કરતા હોય છે. આમાં તે સાધકને માત્ર વ્યક્તિગત જ નહિ, બલકે ઘણી વાર તે સમાજગત પણ નુકસાન થાય છે. તેમાંય બીજી પકડે કરતાં સાંપ્રદાયિક્તામાં માનેલા ધર્મની પકડ માનવસમાજને વધુ પડી શકે છે. કારણ કે તે પકડ જગકલ્યાણના સુંદર બૂરખા નીચે પુરાયેલી હાઈ ભેળી જનતાને વધુ આકર્ષે છે અને જાળમાં લઈ શકે છે. માટે સાધક કેઈ પણ પ્રકારની પકડને પિતાના ચિત્ત પર સ્થાન ન આપે અને પૂર્વની ભૂલથી દાખલ થઈ ગઈ હોય તો પહેલી તકે તેને દૂર કરવાની શક્તિ અને વિવેક કેળવે. પૂર્વગ્રહોની આ વાતમાં ઘણું સાધકને અતિશયોક્તિ લાગવાને સંભવ રહે છે ખરે. પણ તે પકડ ધીમેધીમે સાધનામાં કેવી ડખલ ઉત્પન્ન કરે છે તેને અનુભવીજનોને પૂર્ણ અનુભવ હોવાથી જ તેઓ તે માટે ચોંકાવે છે.
[] હે જંબૂ! જે આ તરફ દૃષ્ટિ ફેંક. આ જુદીજુદી યોનિઓમાં, જુદાં જુદાં કુળમાં મમત્વને લઈને કર્મની પકડને લઈને જીવો ઉત્પન્ન થયા છે.