________________
૨૩૪
આચારાંગસૂત્ર
નેધ–ગૃહસ્થ સાધક અને ભિક્ષુ સાધક એ બન્નેના ઉદેશ એક જ છે. ફેર માત્ર એટલો જ કે –એકને શક્તિની પરિમિતતાને અંગે મર્યાદિત ત્યાગ છે,
જ્યારે બીજાને શક્તિના વિકાસને લઈને પૂર્ણ ત્યાગ છે. આથી સૂત્રકાર બન્નેને ઉદ્દેશીને ઉપરનું સૂત્ર કહે છે અને એમાં વઘુ, મgવવું ( ત્યાગી અને ગૃહસ્થ ત્યાગી) પદો પણ સ્પષ્ટ મૂક્યાં છે. છતાં “પુત્રાદિના સંબંધને છોડીને ” એ અર્થ જ્યારે સૂત્રમાં આવે છે ત્યારે સો કેઈ સંદેહમાં પડી જાય તેવી અહીં વાત છે. અને તેનું કારણ એ છે કે-સ્ત્રીપુત્રાદિને સંબંધ છૂટવો એટલે ગૃહસ્થાશ્રમ છૂટી જવો, અને તે સંબંધ જોડે એટલે ગૃહસ્થાશ્રમ શરૂ થે, એવી માન્યતા આજે ઘર કરી બેઠી છે. આ માન્યતાને લઈને ગૃહસ્થ સંચમી કે ત્યાગી હોઈ શકે, સાધનામાર્ગમાં જોડાઈ શકે એ વાત પણ આપણને નવીન જ લાગે છે. આમ થવામાં એક તો સંયમ, ત્યાગ અને સાધનાના માલિક અર્થની અણસમજણ અને બીજું રૂઢિથી પકડેલી માન્યતાનું વગરવિચાર્યું અનુકરણ એ જ કારણે છે. તેથી આ બધું પહેલી તકે નવીન લાગે એ અસ્વાભાવિક નથી. પરંતુ નવીન લાગે તોયે સત્યાથીને તો તે સમયે જ છૂટકે.
અહીં સૂત્રકારે “ સ્ત્રીપુત્રાદિના પૂર્વ સંયોગને ત્યજીને” એવું વાક્ય લીધું છે; આનો અર્થ “મેહસંબંધ તજીને' છે, “કર્તવ્યસંબંધ તજીને ” નહિ. ઊલટું જ્યારે કર્તવ્યસંબંધ વિકસે છે, ત્યારે આપોઆપ જ ત્યાગ થઈ જાય છે, ત્યાગમાં સંકુચિતતાનો ત્યાગ કરીને આખા વિશ્વનો સ્વીકાર જ છે. એક ત્યાગી કેવળ માતા કે સ્ત્રીને તજે છે એનો અર્થ એ કે, હવે એ સંકીર્ણતા તથા મેહસંબંધને છોડીને વિશ્વની સમસ્ત વ્યક્તિઓની સાથે નિર્મળ સંબંધ બાંધે છે. અહીં ગૃહસ્થ સાધકને લગતી વાત છે.
અત્યારે તો ગૃહસ્થ સાધક સ્ત્રીપુરુષનો સંબંધ એટલે કેવળ શરીરભોગસંબંધ સમજે છે, અને માતાપિતાને સંબંધ એટલે રક્ષણષણ કરવાની ક્રિયા સંબંધ માને છે. પણ શાસ્ત્રકારના કથન પ્રમાણે આ બધા. સ્વાથી અને મોહિક સંબંધે છે, કર્તવ્યસંબંધ નથી. ગૃહસ્થ સાધક જ્યારે સાધનામાર્ગમાં જોડાય ત્યારે એણે આ બધા સંબંધમાંથી વાસના અને લાલસાનાં તો દૂર કરી સૌ સાથે કર્તવ્યસંબધ જોડવો જોઇએ. કર્તવ્યસંબંધમાં વિકાસ છે, પતન નથી.