________________
૨૩૨
આચારાંગસૂત્ર અધીન રહેવું અનિવાર્ય હોવાથી તેનું પ્રત્યેક કાર્ય તે રીતે ચાલે છે.
માનવજીવનમાં તેને બધી અનુકૂળતાઓ મળે છે. નવસર્જન કરી શકે તેવું બુદ્ધિનું સુંદર તત્ત્વ અને નવનિર્માણ કરે તેવું પુરુષાર્થનું અમેઘ સાધન તેને સાંપડે છે. પરંતુ સ્થિતિસ્થાપકતાના પૂર્વરૂઢ થયેલા સંસ્કારને લઈને માનવજાતને માટે વગર આ તકને લાભ લઇ શકતા નથી. એ પોતે જે સ્થિતિમાં, જે ગતિમાં, જે કુળમાં કે જે ધર્મમાં જન્મે છે, તે પોતાને પરંપરાગત મળેલા સંસ્કાર મુજબ જીવન ગાળે છે અને વાતાવરણ તથા સંગને અધીન થઈ ગતાનગતિક ગતિ કરે છે.
સાધનામાર્ગમાં આવવાની ભાવના ત્યારે જ જાગે કે જ્યારે તેને જણાય કે મારે માટે જે કંઈ માગ હે જોઇએ તે મારે પોતે જ મારી શક્તિ તપાસીને નક્કી કરે જોઈએ. આમ જાણીને પિતાની વિવેકબુદ્ધિદ્વારા તે બીજે માગ કે રીતિ જે પિતાને માટે યોગ્ય હોય તે પસંદ કરી અખત્યાર કરે. અને અખત્યાર કર્યા પછી સાધકે કેવી રીતે વર્તવું તે સૂત્રકાર હવે આ ઉદ્દેશકમાં જણાવવા માંગે છે.
કારણકે સાધનામાને કેવળ સ્વીકારી લેવાથી જ કંઇ પતી જતું નથી. પણ ઊલટું સાધનામાર્ગમાં પાદરોપણ
ર્યા પછી તે પળેપળે વૃત્તિ અને વિકલ્પથી સાવધાન રહેવાનું હોય છે. પરંતુ ઘણુંખરા સાધકે આ વાત છેક જ વિસરી જાય છે. સાધનામાર્ગમાં જોડાયા પહેલાં તેમનામાં જે જિજ્ઞાસા, પુરુષાર્થ, નિરભિમાનિતા અને જાગરૂકતા હોય છે તે સાધનામાર્ગને સ્વીકાર્યા પછી થોડા જ સમયમાં ઓસરી જતાં દેખાય છે. આવે સમયે જેમજેમ તે સાધક શિથિલ થાય, તેમતેમ ધીરેધીરે પૂર્વસંબંધે અને પૂર્વે