________________
સર્વોદયને સરળ માર્ગ–સ્વાર્પણ ૨૩૩ અનુભવેલા કામોની વાસનાનાં કાતિલ ઝેરની તેના ઉપર અસર થવા માંડે છે. તે સમયે સાધક જે જાગૃત થવાને બદલે એમાં તે શું, એવી બેદરકારી સેવે, તેના ઉપર દંભનું બેખું ચડાવે, અને આંતરિક પતનને માર્ગ ખુલે કરતે જાય તે અન્યની દૃષ્ટિએ એ ત્યાગી વીર દેખાતે હેવાં છતાં વૃત્તિમાં પામર બનતો જાય, અને પિતાની છેડી દેખાતી અસાવધતામાંથી ભયાનક પતન નોતરી લે. માટે, વીર સાધકે પણ નિયમોની દઢતાનું બખ્તર સતત ધારી રાખવું ઘટે. ચાલતા પ્રકૃતિના કેંદ્રમાં એની પૂર્ણ જરૂર છે.
ગુરુદેવ બોલ્યા –
[૧] આ આખા સંસારની ચંચળતા તથા આતુરતાને સમજીને માબાપ તથા સગાંનેહીઓના પૂર્વસંગ (પૂર્વહિક સંબંધ)ને છોડીને તથા સાચી શાતિ પ્રાપ્ત કરવાના સાધનામાર્ગમાં પ્રવેશ કરીને, બ્રહ્મચર્યમાં ( આત્મતત્વની ચર્યામાં ) વસી રહેલા કેટલાક મુનિ સાધકે કે ગૃહસ્થ સાધકે પિતાના સ્વીકારેલા ધર્મની જવાબ દારીને જાણવા છતાં પણ કેાઈ પૂર્વના કુસંસ્કારના ઉદયને વશ થઈને મેહજાળમાં ફસાઈ જાય છે અને સદાચારના માર્ગને છોડી દે છે. તેમ જ મુનિપક્ષમાં જોઈએ તો સાધનામાર્ગમાં આવી પડતાં પ્રલેભનેને જીરવી ન શકવાથી વસ્ત્ર, પાત્ર, કંબલ તથા રજોહરણાદિ (શ્રમણનાં ચિહ્ન) છેડી ભ્રષ્ટ થઈ કામભોગમાં ( સુખ છે એવી ભ્રાન્તિથી ) એકાંત આસક્ત થાય છે, અને અતિ આસક્તિથી રખડી રડીને મરી જાય છે. પણ ચેડા વખતમાં આ ક્ષણભંગુર શરીરથી જુદા પડ્યા પછી તેવા પુરુષને અનંત કાળ લગી આવી સામગ્રી મળવી મુશ્કેલ છે, તેથી તેઓ બિચારા આ રીતે કામ ભાગોમાં અતૃપ્ત રહેવાથી ફરીવાર દુઃખમય જીવન ગુજારી સંસારમાં ભટકતા જ રહેવાના.