________________
૨૨૫
પૂર્વગ્રહને પરિહાર પ્રમેહ આ રીતે સેળ તે મહાન રાજરોગે અને તે સિવાય અનેક શૂળ વગેરેની પીડાઓ, જખમો અને બીજાં ભયંકર દર્દો થાય છે. આ દર્દીની પીડાઓથી શરીરની ક્ષીણતા અને માનસિક પીડા રહ્યા કરે છે, તેમ જ પિલાઈને છેવટે મૃત્યુ પણ થાય છે. વળી જેમને જીવનભરમાં રેગ થતા નથી તેવા દેવ વગેરે જીવોને પણ જન્મમરણ તો છે જ; કારણ કે કર્મ કદી અફળ જતાં નથી. માટે શાણુ સાધકે ! કર્મનાં ફળોને જાણીને કર્મના ઉચ્છેદન તરફ જ દૃષ્ટિ રાખે.
[] પ્રિય જંબૂ! રેગ, જન્મ અને મરણ સિવાય, સુખ, દુઃખ, ભય, શેક, અનિષ્ટને સંગ, ઇષ્ટને વિયાગ વગેરે બધી સ્થિતિએને આધાર પણ કર્મોનાં ફળ ઉપર છે. સાંભળ, કર્મવશાત જ છ ( જ્ઞાનચક્ષુ બિડાઈ જવાથી અજ્ઞાનતિમિરને લઈને) અંધ થઈને–આંધળાની માફક ઘેર કર્મ કરીને ઘોર અંધકારમય (નરકાદિ હલકી નિઓમાં) સ્થળામાં વારંવાર જન્મે છે, અને દાણુ દુઃખ ભોગવે છે, એમ જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક કહ્યું છે.
નેંધ –કાર્યમાત્રનું કારણ હોય છે. કારણ વિના એક નાનું પણ કાર્ય થઈ શકતું નથી. એ એક વિશ્વને અચૂક અને અટલ નિયમ છે. અમુક જીવને જીવનમાં અમુક જ નિ, ક્ષેત્ર, સ્થળ, જાતિ, કુળ, કુટુંબ કે માતાપિતાને ત્યાં જન્મ લેવો પડે છે તે ક્રિયાની પાછળ એ જીવનાં પૂર્વકારણો સંકડાયેલાં હોય છે જ; જોકે એ પોતે પોતાનાં પૂર્વકર્મોને જોઈ શકે એવી પરિસ્થિતિમાં ન હોય, ત્યાં સુધી એને પિતાનાં જ કાર્યોનું આ પરિણુમ છે એવું ચોક્કસ ભાન ન હોય એ બનવાગ્ય છે. ઘણીવાર તો વર્તમાન કર્મોના પરિણામનું પણ ભાન ન હોય એવુંય ઘણું માટે બને છે. પણ તેથી શું ? જે ક્રિયા થઈ જાય છે, તે ફળ તે આપે જ છે; પછી તે ભાનપૂર્વક થઈ હોય કે અજાણતાં થઈ હોય.
જીવનકાળમાં રિગ, જન્મ, જરા અને મરણ એટલાં જ માત્ર દુર નથી હોતાં. પળે પળે આપણી સામે ઉપસ્થિત થતા અનેક પ્રશ્નોનું મૂળકારણ કર્મ છે. અને તે આપણે જ કરેલાં કર્મના પરિણામરૂપે છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણુ એવા કર્મના મુખ્ય ત્રણ વિભાગે જૈન આગમમાં