________________
૨૨૮
આચારાંગસૂત્ર
માના મુમુક્ષુ ! ધ્યાનપૂર્વક સાંભળ. હું તને પૂર્વકૃત કર્માંને નિવારવાના ઉપાય બતાવું છું.) આ સંસારમાં ઘણાયે સંસ્કારી જીવા પાતે કરેલાં કર્મીની પરિણતિ ભાગવવાને તે તે કુળામાં ( ભિન્નભિન્ન સ્થળે માતાપિતાના શુક્રવીર્યના સંચાગથી ગર્ભરૂપે આવ્યા, ક્રમપૂર્વક પિરિપકવ વયના થયા, અને પછી પ્રતિખાધ પામી ત્યાગ અંગીકાર કરીને અનુક્રમે મહામુનિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે.
નોંધઃ—અહીં ત્યાગ એ જ હળવા ફૂલ જેવા થવાના સર્વોત્કૃષ્ટ ઉપાય બતાવ્યા છે. પરંતુ તે ત્યાગના હેતુ શે? એ વાત પણ એટલી જ વિચારવા ચેાગ્ય છે. ખાધા પછી જ ત્યાગ જાગે, એ વાત પણ અહી સાથેસાથે જ સૂત્રકાર કહી નાખે છે. એટલે કે એ ત્યાગ પણ ક્રમપૂર્વક અને યોગ્યતા પછી જ ઉદ્ભવવા ોઇએ. એ બતાવવા હવે આગળનું સૂત્ર વર્ણવે છે.
[૧૫] જ્યારે એવા વીર પુરુષા ત્યાગમાર્ગે જવા તૈયાર થાય છે ત્યારે એમનાં વલણની સાચી સેાટી થાય છે. એમનાં માબાપે સ્ત્રી તથા પુત્રાદિ ( મેાહજન્ય પૂર્વસંસ્કારાને ઉત્તેજિત કરે તેવાં પ્રલેાભનેા ખડાં કરી )શાક કરતાં કરતાં કહે છે કેઃ—અમે તમારી ઇચ્છા પ્રમાણે વનારાં અને તમારાં પ્રીતિપાત્ર છીએ. માટે આવા સ્નેહસંબંધને છેાડીને ત્યાગી થવું ચેગ્ય નથી. જેઓ સ્નેહને અવગણીને માખાપને છેાડી દે છે તે કઈ આદર્શ મુનિ ન ગણાય, અને તેવા મુનિ સંસારની પાર પણ જઇ શકે નિહ.
નોંધ:—અહીં એવા ભાવ પ્રદર્શિત થાય છે કે-માતાપિતાના પ્રેમ
અને ઋણાનુબંધાને યથા જાણીને જે સાધક સાચા વૈરાગ્યપૂર્વક માતાપિતાના હૃદયને જીતીને અર્થાત્ કે પેાતાના સચ્ચારિત્રની છાપ પાડીને ત્યાગ અંગીકાર કરે છે, તે જ સાંગોપાંગ પાર ઊતરી શકે છે. જે ગૃહસ્થાશ્રમમાં પણ આદર્શો નથી, તે ત્યાગ જેવા મહાભાર શી રીતે વહી શકે ?
જૈનદર્શનમાં ગૃહસ્થ સાધક અને ભિક્ષુ સાધક બન્નેને માટે ત્યાગ પ્રતિ પણ ભાર આપ્યા છે. તેની પાછળ તત્ત્વ છે. નિરાસક્તિની સાધના પદાર્થોના ત્યાગ વિના સંપૂર્ણ રીતે સફળ થવી કિઠન છે. એવા કૈક જ્ઞાનીઆએ અનુભવ કર્યા પછી ત્યાગમાનું વલણ વિકાસના માર્ગ તરીકે સ્વી