________________
પૂર્વગ્રહેને પરિહાર
- ૨૨૭ બને. આવી જાતના મનુષ્ય પોતાની જ બ્રાનિતથી પોતે ભયની ભૂતાવળે ઊભી કરે છે. અને પછી દૂરથી જોતાં જ ત્રાસીત્રાસીને બરાડા પાડે છે અને શાતિને શોધવા બહાર ઝાવા મારે છે. પણ મહાપુરુષો કહે છે કે – પોતે જ પોતાને રક્ષક બની શકે એમ છે. જે ભય કે દુઃખ બહાર દેખાય છે તે બહારથી નથી જખ્યું પણ તેનું મૂળ કારણ અંદર છે.
[૧૨] છતાં વિવેકહીનતાને લીધે બહુ દુઃખને પામનારા એ બિચારા અજ્ઞાની જીવો પિતાની ભૂલને પરિણામે શારીરિક અને માનસિક રોગો ઉત્પન્ન થાય ત્યારે ખૂબ ચિંતાતુર બની તેનું મૂળ (અંદર) ન શૈધતા બહાર બીજ નિમિત્તો કે જીવો સામે ક્રૂર બની જાય છે. કેટલીકવાર ચિકિત્સા કે પ્રતિકાર માટે તે બીજા જીવોની હિંસા કરી નાખે છે, અથવા પરિતાપ ઉપજાવે છે.
[૧૩] પરંતુ તેવી પ્રતિક્રિયાથી કંઈ (કર્મોદય હોવાથી) રોગો તે મટતા જ નથી. માટે હે મુનિ સાધક !. તેવી પાપી વૃત્તિ તું ન કરીશ. પિતાના સ્વાર્થ માટે પરને પીડવા એ મહાભયંકર વસ્તુ છે. માટે મુનિ સાધક પરને પીડા થાય તેવું કર્મ કદીયે ન કરે..
નંધ:–મૂઢતાને લીધે મૂઢ પણ દુઃખથી તો ત્રાસે જ છે, દુઃખ દૂર કરવા વલખાં પણ મારે છે. તોયે દુઃખ નિવારવાના મૂળકારણને ન સમજવાથી દુઃખને નિવારવા જતાં બીજાં દુઃખે ઊભાં કરે છે. અહીં સૂત્રકાર અજ્ઞાનીની ચેષ્ટા વર્ણવીને જ્ઞાની સાધકને ચેતાવે છે કે –તું તેવું ન કરીશ. ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દુ:ખ કે જે કંઈ આવે છે તે બહારથી નથી આવતું. માટે બહાર લડવું છોડી આંતરિક યુદ્ધ કરે. જેઓ બહારના વૈરીને મારે છે, તે વૈરીને નથી મારતા પણ પોતાને મારે છે. કારણ કે વૈરનું શમન વૈરથી નથી થતું, પ્રેમથી થાય છે. વિશ્વબંધુત્વ કેળવવું એ જ સર્વ દુઃખની મુક્તિને સરળ ઉપાય છે. અને વિશ્વબંધુત્વ ત્યારે જ સધાય કે જ્યારે સાધક ફૂલ જેવો હળ અને સુગંધમય બની સોને આકર્ષી શકે.
[૧૪] (ભગવાન ! આપે ચિત્તશુદ્ધિના અનેક ઉપાયો વર્ણવ્યા તેમાંના પ્રત્યેક સાધક આચરી શકે તેવા સરળ અને સર્વોત્તમ ઉપાય ક્યા? તે કૃપા કરીને કહો ! એ સાંભળી ગુરુદેવ બોલ્યા-સાધના- .