________________
પૂર્વગ્રહોનો પરિહાર
૨૨૯ કારાયું છે. ભોગ અને નિરાસક્તિ એ બને સાથે સાથે તે કઈ અપવાદિત અસાધારણ વ્યક્તિને જ સહજ હોઈ શકે. એટલે ત્યાગ આવશ્યક છે. ત્યાગમાર્ગે જવું એટલે આસક્તિનાં નિમિત્તાથી પર રહી નિરાસક્તિની સાધના કરવાનો પ્રયત્ન કરે.
તેથી અહીં માતા, પિતા, સ્ત્રી, સ્નેહી કે કુટુંબીજનના વાસ્તવિક સ્નેહને અવગણવાની વાત નથી. તેમ ઘણાજન્ય સંબંધિત્યાગની યે વાત નથી. કારણ કે તે ત્યાગ આવેશ જતાં જ વિરમી જાય છે. વળી જે સાધક ઋણાનુબંધ અને કર્તવ્ય ખાતર જ સ્નેહસંબંધ રાખે છે, તે સ્નેહ સર્વ કે પર કેાઈનું પતન કરતો નથી. પરંતુ જે સ્નેહ કર્તવ્યના બહાના નીચે કેવળ મેહ અને વાસનાની વૃદ્ધિ કરતો હોય છે તે પિતાને અને પરને કશો વિકાસ સાધી શકતું નથી. અહીં સંબંધિત્યાગની વાત મેહત્યાગની ભાવનાને અનુલક્ષીને છે. તે રહસ્યને રખે કોઈ અવગણી નાખે ! તેથી જ હવે સૂત્રકાર ભાખે છે કે –
[૧૬] આવે વખતે જે પરિપકવ વૈરાગ્યવાળે સાધક હોય છે તે (તેઓના મનનું યથાર્થ સમાધાન કરીને) મોહથી પૃથક્ રહી શકે છે. તેના હૃદયમાં આત્મવિકાસની દઢ પ્રતીતિ હોવાથી તે મેહજન્ય સંબંધમાં રાચી શકતો જ નથી. દરેક સાધકે આ વાત ચેકસ રૂપે જાણીને આવા વિવેકની ઉપાસના કરતાં શીખવું જોઈએ.
નેધ– આ સૂત્રમાંથી એ ફલિત થાય છે કે મોહ જ સંસાર વધારવાના અને બંધનના કારણભૂત છે. એટલે પ્રત્યેક સંબંધમાંથી મોહ છૂટી જ જોઈએ. અનુભવ પણ એમ જ કહે છે કે વિશ્વમાં રહેતી વ્યક્તિ વિશ્વના સંબંધથી છૂટી શક્તી નથી, ટી શકે પણ નહિ. પછી એ પર્ણત્યાગી હો કે અણત્યાગી હો. કારણ કે ખાન, પાન તથા સાધનસામગ્રી મેળવવાની એને પણ જરૂર હોઈ લોકસંસર્ગમાં આવવાનું અનિવાર્ય બને છે. એટલે માત્ર એ સંબંધમાં રહેલી વાસના અને મોહ છોડવાના છે, સંબંધ નહિ. એ અશુદ્ધિ જેટલે અંશે સહજ રીતે છૂટે એટલે અંશે વૈરાગ્ય થય ગણાય.