________________
૨૨૪
આચારાંગસૂત્ર નોંધ-જુદાંજુદાં સાધને, વિવિધ આકાર, ભિન્ન યોનિઓમાં થતા જન્મ, એવી જીવમાત્રની જે વિચિત્રતા આ સંસારરૂપી નાટકશાળામાં દેખાય છે તેનું ઈશ્વર કે બીજી કઈ શક્તિ નિર્માણ કરે છે એ વાત કેવળ બુદ્ધિના સમાધાન અર્થે સમજાવવા પૂરતી છે. સૂત્રકાર કહે છે કે ખરી વાત તે એ છે કે-છેવો પિતે જ પોતાની કર્મરૂપી પકડને લઈને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એટલે અમે શું કરીએ, ઈશ્વરે અમને એવા બનાવ્યા” એવું કહી રુદન કરવું એ નિર્બળતાને છુપાવવાનું આશ્વાસન માત્ર છે. જે કાંઈ :નિર્માણ થયું છે એ પોતાનાં જ પૂર્વે કરેલાં કર્મોનું પરિણામ છે; આકસ્મિક કશું થથી. હજુ પણ વર્તમાન કર્મો પર સાવચેતી રખાય તો ભાવી શુદ્ધિ પિતાના જ હાથમાં છે. એટલે વર્તમાન દશા પર રુદન કરવા કરતાં ભવિષ્યની શુદ્ધિ માટે વર્તમાનમાં જાગૃત રહેવું એ ઉત્તમ છે.
જીવમાત્રમાં અનંત શક્તિ છે. માનવને તો સ્વતંત્ર વિચારશક્તિ અને પુરુષાર્થની સ્વાધીનતા પણ છે. એટલે વર્તમાન જીવનસુધાર પર વધુ લક્ષ આપવું અને પૂર્વે કરેલાં કર્મોનાં દુઃખદ પરિણામોને સમભાવે સહેવાની સહિષતા કેળવવી. આ બે સાધનથી કર્મ સાથે લડવું રહ્યું. જેઓ ભૂલો કરી ભૂલોનું પરિણામ ભગવતી વખતે રડ્યા કરે છે તે ભૂલોને દૂર કરવાને બદલે બીજી અનેક ભૂલ કરી નાખે છે.
[૬] પ્રિય જંબુ જે ક્રિયાઓ વગરવિચાર્યું વાસનાને પૂર્વગ્રહોને અધીન થઈને થાય છે, તે ક્રિયાનાં ફળો અતિ ભયંકર હોય છે. તેવા જીવને માનસિક પીડા ઉપરાંત શારીરિક પીડા ઉત્પન્ન કરનારાં દર્દો પણ થાય છે જેવાં કે –કેાઈને ગંડમાળાનો રોગ થાય છે, કોઈને કોઢ નીકળે છે, કેઈને ક્ષય રોગ થાય છે, કેઈને ગાંડપણ કે સનેપાત થાય છે, કોઈને આંખોનો રેગ તો કોઈને શરીરની જડતાને રેગ, કોઈને હીણ અંગેને દેષ તે કઈને કૂબડાપણાનો દેષ, કેઈને પેટને રોગ તે કોઈને મૂંગાપણું, કેઈને સેજાને રેગ તે કોઈને અતિક્ષુધાની વેદનાને રેગ, કોઈને કપ રોગ તે કોઈને પીઠ વળી જવાનો રોગ, કેઈને સ્લીપદ (પગ વાળી જ ન શકે તેવા કઠણ થઈ જાય તે)ને રેગ, તો કોઈને મીઠે