________________
૨૨૨
આચારાંગસૂત્ર
બહારની તે નથી ને? કારણ કે ગજાવગર ક્રિયા કરવા જતાં ઘણીવાર અધવચ લટકી રહેવું પડે છે. તેથી ક્રિયા સુંદર હોય તો પોતાની શક્તિ વિચારીને કરવી ઘટે.
(૨) હું કરું છું એ ક્રિયામાંથી હું ઈચ્છું છું તે દશેય ફલિત થશે કે નહિ ? કારણ કે ચશન્ય ક્રિયામાં ઉત્સાહ, શક્તિ, કે હિમત સાંગોપાંગ ટતાં નથી, અને એથી જ એ ક્રિયા પણ સફળ નીવડતી નથી. સારાંશ કે – પ્રત્યેક ક્રિયાની પાછળ કંઈક સ્પષ્ટ દયેય હાવું જ જોઈએ.
(૩) હું કરું છું તે ક્રિયા મારું કે કોઈ બીજાનું અનિષ્ટ તો નથી કરતી? ઘણું ક્રિયાઓ દેખાવમાં સુંદર, પિતાની શક્તિથી સાધ્ય તથા થોડું ઇષ્ટ આપનારી હોય છે તોયે જે ક્રિયાનું પરિણામ અતિ અનિષ્ટજનક હોય છે તે ક્રિયા હાથ ન ધરવી ઘટે.
આટલી સામાન્ય વિચારણા જે સ્થિરબુદ્ધિથી કરવામાં આવે તે ઘણું અનર્થકારી ક્રિયાઓ કરતાં બચી જવાય. અને એ રીતે કરેલી ક્રિયાને વિવેકબુદ્ધિપુરઃસરની ક્રિયા કહેવાય.
[૪] (કેટલાક સાધકે સાધનામાર્ગમાં જોડાયા છતાં બીજા બધા ગુણોનો વિકાસ કરે છે કે કરવા મથે છે, પણ પૂર્વગ્રહને છોડી શકતા નથી. ભગવાન સુધર્માસ્વામી કહે છે કે સૌથી પ્રથમ સાધનામાર્ગમાં જોડાયેલા સાધકે પૂર્વગ્રહોને છોડી દેવા જોઈએ. કારણ કે વિકાસમાર્ગમાં મોટામાં મોટી બાધા તે દ્વારા જ ઊભી થાય છે. આવું સાંભળ્યા પછી પણ સમજદાર સાધકેય કેટલીકવાર પૂર્વપકડ છોડી શકતા નથી તેનાં કારણે આ છે –) પ્રિય જંબુ ! વૃક્ષો જેમ અનેક સંકટ પડવા છતાં પિતાનું સ્થાન છેડવા સમર્થ હોતાં નથી, તેમ તેવી કેટીના છ જુદાં જુદાં કુળોમાં, ક્ષેત્રમાં યોજાઈને વિવિધ પ્રકારના વિષયમાં આસક્ત બની, પૂર્વઅધ્યામાં ફસાયેલા હોવાથી તેમાંથી ખસી શક્યા માટે સમર્થ રહેતા નથી. અને પરિણામની ભયંકરતાને તે બાળજીવને અનુભવ નહિ હેવાથી જ્યારે તેનું દુ:ખદ પરિણામ આવે છે ત્યારે તેઓ રુદન કરવા માંડે છે. આવા જ બિચારા “દુઃખનું મૂળ પિતાનાં જ કર્મ છે” તે વાતથી અજ્ઞાન