________________
૨૨૦
આચારાંગસૂત્ર
પ્રયત્ન કરે. તે કિરણ નવું લાગે તેાયે પેાતાની શક્તિ અનુસાર તેને પચાવે. કારણ તેમનાં વચને સંસારસ્વરૂપના પૂર્ણ અનુભવ પછી નીકળેલાં હાઈ એ વચનેમાં અનુપમ પ્રેરણાશક્તિ હાય છે, અને તે જે કંઈ કહે છે એમાં જગકલ્યાણના સાત્ત્વિક હેતુ સિવાય કોઈ પણ અન્ય હેતુ હોતા નથી.
[૨] વહાલા જંખ્! જોકે જ્ઞાની પુરુષ ત્યાગમા તરફ વળેલા, હિંસક ક્રિયાથી નિવãલા, બુદ્ધિમાન અને સમાધિને ઇચ્છનારા સુપાત્ર સાધકાને જ મુક્તિના માર્ગ બતાવે છે, તેાયે તે માર્ગો તે પૈકીના જેએ મહાવીર હાય છે તે જ તે પચાવી શકે છે, અને પચાવીને પરાક્રમવંત બની શકે છે. બાકી તે! આ તરફ જો; બિચારા ઘણાયે સયમની દીક્ષા પામેલા સાધકેા પણ આત્મભાનથી પરવતી બની વિભાવને વશ થઈ, અવળે માર્ગે લથડતા દૃષ્ટિગોચર થાય છે.
નોંધઃ—સાધકની બીજી અનેક યેાગ્યતાએ હેાવા છતાં જેનામાં મહાવીરતા—સાચું વીરત્વ નથી હેાતું, તે ત્યાગને પચાવી શકતા નથી, એમ કહી અહીં રાક્તિની જ કેવળ પા ખતાવી છે. શક્તિ વિના શુદ્ધિ શક્ય નથી. શક્તિમાન જ વિલ્પેશને રોકી શકે અને અર્પણ થઇ શકે. અન્ય પક્ષે એમ પણ કહેવા માગે છે કેઃ મુક્તિમાર્ગ પણ તેના અધિકારીને બતાવી શકાય. શક્તિહીનને જે કાંઈ અપાય તે ઉત્તમ હેાય તેાયે અપથ્ય નીવડે. મિષ્ટાન્ન સુંદર હેાય તેાયે તે દર્દીને ન આપી શકાય, નીરોગીને જ અપાય. તેમ જ ત્યાગ પણ સિંહણના દૂધ સમેા છે. સેાનાનું પાત્ર જ તેને જીરવી રાકે અને તેને સંસગ ઝીલી શકે. જે ત્યાગમાં આત્મભાન નથી તે ત્યાગ એન્તરૂપ મને, એમ પણ અહીં ફલિત થાય છે. ત્યાગરુચિ, અહિંસ ભાવના, વિવેકબુદ્ધિ અને સમાધિની પિપાસા એ ચાર ગુણ ધરાવનાર જ મુક્તિમાર્ગને આરાધી શકે. પૂર્ણ ત્યાગ એને જ પચે. આત્મવિશ્વાસમાં અડાલ પણ એવા વીર જ રહી શકે.
આત્મવિશ્વાસ ગયા એટલે વિકલ્પા, ખેદ, શાક, ચિંતા અને પરિતાપ, એ બધું આવે જ. અને આત્મવિશ્વાસ આવે એટલે એ બધું પલાયમાન થઈ જાય, અને વિચાર, વિવેકબુદ્ધિ, વૈરાગ્ય, જાગૃતિ, ત્યાગ, અણુતા, અને નિરાસક્તિ એ બધું ક્રમશ: જન્મે. એટલે સૌથી પ્રથમ આત્મવિશ્વાસ સર્વાંગે દૃઢ કરવા જોઈએ.