________________
પૂર્વગ્રહને પરિહાર
૨૨૧
[૩] જિજ્ઞાસુ જંબુએ પૂછયું-ગુરુદેવ! આત્મભાન ચુકાય એટલે એ સાધકના સંયમના જે પૂર્વસંસ્કારે હોય તે ક્યાં ચાલ્યા જતા હશે?
પ્રિય જંબૂ! આત્મભાન ચુકાય એટલે બહારના પદાર્થો ઉપર આસકિત જાગે અને આસકત જીવને પિતાના સુસંસ્કારની સ્મૃતિ તે સમયે નષ્ટ થાય. આ વાત નીચેના દૃષ્ટાંતથી સમજાશે. સાંભળ! સેવાળથી વ્યાસ. એવા કોઈ જળાશયમાં રહેલે કાચબો દૈવાભિયોગે સેવાળ ખસી જવાથી સપાટી પર જવાના માર્ગને શેધી કાઢે, પણ તેવામાં જળની સપાટીથી નીચે જઈ ત્યાં જ આસકત બની જાય અને અજાગૃત બનીને ઉપર ન આવે અને તેટલામાં જ જળાશયનું જળ ફરીથી સેવાળ તથા કમળપત્રોથી છવાઈ જાય, તે પેલા કાચબાને પાણીની સપાટી પર આવવા સારુ માર્ગ મળવો મુશ્કેલ થાય છે; તેમ જ આ જીવાત્માને જ્યારે સંસારરૂપી જળાશયમાં આસક્તિનું ગાઢ આવરણ આવે છે, ત્યારે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળવો તેને માટે દુ:શક્ય બને છે.
નોંધ –અહીં આત્મભાન થયા પછી પણ સતત જાગૃતિ રાખવાનું સૂચન છે. અને તે ગ્ય છે. પૂર્વાશ્ચાસેની અસર સહજ સહજ નાબૂદ થવી શક્ય નથી. કારણ કે અનંત જન્મમાં અનંત કાળથી તે અસરેને જુદીજુદી રીતે પિષણ મળ્યા કર્યું છે.
જ્યાં સુધી જ્ઞાનના સંસ્કાર સુદઢ રીતે ફરીવાર ચિત્ત પર સ્થાપિત ન થાય, ત્યાં સુધી જીવાત્માને નિમિત્ત મળતાં પૂર્વવેગમાં ખેંચાઈ જવાની તક મળે છે અને તરત જ મેહનાં અંધારાં આડાં ફરી વળે છે. આવા પતનની. પછાટ જબરી લાગે છે. ઘણું સાધકે સહેજ અસાવધતા કે બેદરકારીથી એટલા તે પટકાઈ પડે છે કે પછી ઊભા થવું તેને માટે મુશ્કેલ થઈ પડે છે. એથી પ્રત્યેક પળે જાગૃત રહેવું, પ્રત્યેક ક્રિયા વિવેકબુદ્ધિને જાગૃત રાખીને કરવી, અને ફળની આસક્તિ પણ છોડી દેવી; એ વસ્તુ સ્મૃતિમાં રાખવા ચોગ્ય છે. - (૧) વિવેકબુદ્ધિ વાપરવા માટે ટૂંકમાં આ ત્રણ વાતે વિચારવી જરૂરી છે. હું કરું છું એ ક્રિયા મારાથી બની શકે એવી છે કે નહિ ? મારી શક્તિની