________________
પ્રથમ ઉદ્દેશક
પૂર્વગ્રહને પરિહાર
પૂર્વગ્રહમાં પૂર્વના અધ્યાસજટિલ કદાચ અને જડ માન્યતાઓને સમાવેશ છે. એ બધી ભૂતાવળે જીવન પર એટલી તો સજડ રીતે વળગી ગઈ હોય છે કે આંતરપ્રકાશ તરફ જતી દૃષ્ટિને પકડી રાખે છે અને મેહના અંધકારમાં ચિત્તને ભમાવે છે.
[૧] જ્ઞાની પુરુષો આ જગતના માનમાં સાચાં નરરત્ન છે, કે જેઓ તત્ત્વને યથાર્થ જાણે છે; અને જગકલ્યાણ માટે કહે પણ છે. આ જન્મ અને મરણરૂપ સંસારનું સ્વરૂપ તેમણે સર્વ પ્રકારે જાણી લીધું છે, અને તેથી જ તેઓ જ્યારે કાંઈ વદે છે ત્યારે જાણે તેઓ કંઈ અદ્વિતીય–અજોડ જ્ઞાન આપતા હોય તેમ લાગે છે.
નોંધ –જેમણે પૂર્વગ્રહોનો પરિહાર કર્યો છે એવા જ્ઞાની પુરુષને સાધકને આદર્શ આપી સૂત્રકારે અહીં બે ભાવના રજૂ કરી છે–એક તો માનવજીવન પ્રાપ્ત કરીને જેઓ જ્ઞાન માટે પુરુષાર્થ કરી એને મેળવે છે, તેઓ જ મનુષ્યહક્ક તરીકે પ્રાપ્ત થયેલાં સાધનને પૂર્ણ સદુપયોગ કરી શકે છે, એમ કહી શકાય. અને બીજી ભાવના એ છે કે-જ્ઞાની પુરુષોનાં વચન સ્વાનુભવથી પૂર્ણ હોવાથી તે નવીન લાગે છે અને અંતઃકરણને અસર પણ ઉપજાવી શકે છે. નવીન એટલા માટે લાગે છે કે તેઓ પોતાના અનુભવથી કંઈક જુદું જ કહે છે. અને તેથી રૂઢિગત માનસથી કેટલીક વાર તે પચાવી પણ શકાતું નથી. તોયે કંઈક અદ્ભુત લાગતું હોઇ તે જ્ઞાન રુચિ જન્માવી શકે છે. આમ કહી સૂત્રકાર એમ કહેવા માંગે છે -જ્ઞાની પુરુષની આ વિચિત્રતાને જોઈ કોઈ પણ ન લાવે, તેમજ આંધળો ભક્ત પણ ન બને, પરંતુ તેઓની શિક્ષાને જીવનમાં ઉતારવા સાચો,