________________
સતપુરુની આજ્ઞાનું ફળ ૨૧૭ [૧૨] મેક્ષપ્રિય જંબૂ! તે મુક્ત છ શબ્દરૂપ નથી, રૂપરૂપ નથી, ગંધરૂપ નથી કે સ્પર્શરૂપ પણ નથી.
નોંધઃ—જ્યાં કર્મસંબંધ નથી, ઈચ્છા નથી, પ્રવૃત્તિ નથી, રાગાદિ રિપુએ નથી કે સંસાર પ્રત્યે પુનરાગમન નથી તે મુક્ત દશા છે.
કર્મસંબંધ ન હોય ત્યાં ઈચ્છા ન હોય. ઈચ્છા ન હોય ત્યાં પ્રવૃત્તિ પણ ન જ હોય. | સર્વથા ઈચ્છારહિતપણું એ જ વીતરાગતા. વીતરાગ પુરુષને સંસાર કે તેનાં કાર્યકારણ સાથે કશાય સંબંધ ન હોવાથી તે સંસારી જીવોના ન્યાયાધીશ બનતા નથી કે ફરીથી અવતાર ધારણ કરતા નથી.
જ્યાં જ્ઞાન છે, ચૈતન્ય છે અને તન્મય આનંદ છે, ત્યાં જ તેઓ તેવી સ્થિતિમાં રહે છે.
ઉપસંહાર સપુરુષોની આજ્ઞાને આરાધક પરમ પુરુષાથી અને સાચી શ્રદ્ધાળુ હોય છે.
જેનું મન વશ છે તે સ્વાવલંબી છે. વૃત્તિવિજય વિના સમતા સાધ્ય થતી નથી.
કલ્પના અને અનુભવ વચ્ચે મહાન અંતર છે. પદાર્થમાંથી મળતો આનંદ પદાર્થોના ભાગનું પરિણામ નથી, પણ પદાર્થપ્રાપ્તિ પાછળની તાલાવેલી અને પરિશ્રમનું પરિણામ છે.
ભાગ આનંદને લુંટે છે. સંચમ આનંદને સમર્પે છે.
નિરાસક્ત પુરુષ અકર્મા હોય છે. મુક્ત દશા શબ્દને વિષય નથી. સંસારની આસક્તિને જે છે તે છે તે સાર ખેંચે છે, અને જે આસક્તિને અધીન થાય છે તે સારરહિત બની સંસારમાં સરતો રહે છે.
- એમ કહું છું. લોકસાર નામનું પંચમ અધ્યયન પૂર્ણ થયું.