________________
સતપુરુષોની આજ્ઞાનું ફળ
૨૧૫
તે મહાપુરુષ નિરાસક્ત બનતા જાય છે. (વચ્ચે જ શિષ્ય પૂછે છે કે ગુરુદેવ ! નિરાસક્તિની પરાકાષ્ઠાનું પ્રમાણ શું? ગુરુદેવ કહે છે કે;-) નિરાસક્ત સાધકની પ્રતીતિ એ કે, તે અકર્માં રહે છે—દ્રષ્ટારૂપ બની રહે છે, તે બધું જાણે છે, જુએ છે, પણ વાંઋતે નથી. નિરાસક્ત સાધકનું કાઈ પણ કર્મ વાંચ્છાપૂર્વક હોતું નથી. કારણ કે સસ્પેંસારનાં ગમનાગમનના સ્વરૂપને તે ખરાખર ણે છે. આથી જન્મમરણરૂપ સંસારની ઘૂમરીમાં ન ફસાતાં તે સ્વસ્વરૂપમાં મગ્ન રહે છે.
નોંધઃ—આ સૂત્રમાં ત્યાગને ઉદ્દેશ અને તેની નિરાસક્તિ વર્ણવ્યાં પણ નિરાસતિને બહાને આસક્તિ પાષવાને સંભવ ન રહે, તેવા સ્પષ્ટ ખુલાસો પણ સાથેસાથે જ કરી દીધા છે. નિરાસત સાધક બધું જુએ અને જાણે ખરે, પરંતુ મેાહ ને આકર્ષણને વશ થાય નહિ; કારણ કે મુગ્ધ— આકર્ષિત કરે તેવું તત્ત્વ કે જેને વાસનાના ખીજ તરીકે ઓળખાવ્યું છે, તે એનામાં ન હેાય. આથી એની બધી ક્રિયાએ સહજ હેાવાથી તે અકર્મા ગણાય છે. કારણ કે ક બંધનનું કારણુ નાશ પામવાથી કર્મ કરવા છતાં તેને અંધન નથી. ખંધનનું મૂળકારણ નાશ થયા પછી કેવળ આત્મરમણતા જ થાય તે સ્વાભાવિક છે. અને એ રીતે શરીર કે જે એના વિકાસ માટે કેવળ સાધનરૂપે હતું એ પણ વિકાસની પરાકાષ્ટા સધાયા પછી પેાતાનું કા' પૂરું થતાં આત્માથી પૃથક્ થાય, એ પણ સ્વાભાવિક જ છે. આમ એ અકર્મા પુરુષનું શરીર પૂર્વીકૃત વેગ પૂર્ણ થયે છૂટું થાય; એ આત્મા સહેજે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત મને છે.
[૯] ગુરુદેવને શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ-ગુરુદેવ ! એ મેાક્ષની ભૂમિકાએ ગયેલા આત્મા જે સ્થિતિમાં પ્રવર્તે છે, તેનું સ્વરૂપ વર્ણવવા કૃપા કરે. ગુરુદેવે કહ્યું :-મેાક્ષાથી જંબૂ ! એ સ્વરૂપ વર્ણવવા સારુ કોઈ પણ શબ્દો સમ થતા નથી. જ્યાં મૂતિ પહેાંચી શકે નહિ, તો દેાડી શકે નહિ અને કલ્પના ઊડી શકે નહિ, ત્યાં વન શાં? પ્રિય જંબૂ ! તે ભૂમિકામાં સલ કÖહિત એકલું ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં વિરાજે છે, એટલું ધારી રાખ.