________________
સત્પુરુષાની આજ્ઞાનું ફળ
૨૧૩
અને વીર બની આગમનું એટલે કે સનદેવાનાં અનુભવજન્ય વાક્યાનું અવલંબન લઈ સતત પુરુષાથી રહે, એમ કહું છું.
નોંધઃ—આ સૂત્રમાં એ વાતાના ઉકેલ છે. એક તે ભાગમાં આરામ, મા કે આનંદ છે, એ ખીના અનુભવન્ય છે. ભાગના સચમમાં જ આરામ છે, એ ખીના અનુભવસિદ્ધ હેાવાથી સ્પષ્ટ છે. એમ કહે છે.
અહીં સંચમ પ્રચલિત દીક્ષાના અર્થમાં નથી, પરંતુ માનસિક સંચમના અર્થમાં છે. જે જે વસ્તુમાં આનંદ મળતા દેખાય છે તે વસ્તુના ભાગના આનંદ નથી પણ વસ્તુ પાછળ જે પરિશ્રમ થયેા હેાય છે, જે ઝંખના હાય છે, તેનેા હોય છે. ભાગ તા ઊલટા એ પરિશ્રમ અને તાલાવેલીને આનંદ ક્ષણવારમાં લૂંટી લે છે. આ વાત ખૂબ ઊંડાણથી વિચારવાયેાગ્ય છે. પ્રત્યેક કા પાછળ થતા અનુભવ પણ એમ જ કહે છે કે ઇષ્ટની પ્રાપ્તિના પુરુષામાં જે આનંદ મળે છે તે ઇષ્ટની પ્રાપ્તિ થયા પછી તે સ્વરૂપે નથી રહેતા. સાહિત્યકારોએ આ વસ્તુને ખૂબ શણગારી છે. આપણે પેાતે આવું નિત્ય અનુભવીએ છીએ તેાયે આ બીનાના અંત:કરણપૂર્ણાંક વિચાર કોઈ ભાગ્યે જ કરતું હશે ! કારણ કે જગત ચીલે ચાલે છે. સ્વતંત્ર અવલાનબુદ્ધિ વિના આ વાત સમાય તેવી નથી. એ એક વાત થઈ.
બીજી વાત એ છે કે:-અનુભવી પુરુષા ન હેાય ત્યારે તેનાં વાકચોને પણ તે જ રીતે સ્વીકારી તેમાંથી આવતા વિક્લ્પાનું શમન કે તર્કનું સમાધાન શોધી લેવું એટલે કે સતત જિજ્ઞાસુબુદ્ધિ રાખવી. ઘણા સાધકા પ્રથમ જિજ્ઞાસુ હાય છે, પરંતુ ધીમેધીમે તેમનું સ્થાન સમાજમાં નમતું જાય છે, તેમતેમ તે મહિષ્ટિ ખનતા જાય છે. અને જેમજેમ ખાદ્ય કામના તરફ ઢળતા ાચ છે, તેમતેમ તેમની જિજ્ઞાસુબુદ્ધિ વિરમતી જાય છે. સૂત્રકાર કહે છે કે:-મેાક્ષાર્થી અને વીર સાધક હેાચ તેચે તેમણે પેાતાના પુરુષા ચાન્ચ માગે છે કે કેમ એ વિચારવાને અવકાશ પેાતાના બુદ્ધિક્ષેત્રમાં પ્રથમ રાખજે ઘટે. હવે સૂત્રકાર સતત સાવધ રહેવાનાં કારણેા આપે છે.
[૬] આ આખા સંસારમાં ઊઁચી, નીચી અને તીરછી એમ ત્રણે દિશાઓમાં કર્મબંધનનાં કારણેા (પાપના પ્રવાહા) રહ્યા છે. આથી જ્યાં આસક્તિ જુએ ત્યાં કર્મબંધન થાય છે એમ જાણા.