________________
૨૧૪
આચારાંગસૂત્ર
નેધ–કઈ પણ દિશા ખાલી નથી કે જ્યાં પાપના પ્રવાહે ન હોય. એમ કહીને સૂત્રકાર એમ કહે છે કે અમુક સ્થિતિમાં કે ક્ષેત્રમાં ગયા પછી કર્મબંધન નથી થતું એમ ન માનવું. પરંતુ જો એમ જ હોય તો મેક્ષાથીની મુક્તિ જ કેમ સંભવે ? ત્યારે તેને ઉત્તર મળે છે કે એ પ્રવાહ ઠેરઠેર હોવા છતાં જેનું ચિત્ત તેમને અવકાશ નથી આપતું એટલે કે જે સાધકે તે પ્રવાહ આવવાનાં દ્વાર ખુલ્લાં મૂકતા નથી તેમનામાં એ પ્રવેશી શકતું નથી. જયાં આસક્તિ છે, ત્યાં જ તે પેસે છે. એટલે આનો સારાંશ એ કે કઈ પણ ભૂમિકામાં પહોંચેલે સાધક વૃત્તિ પર પોતાની ચકી રાખે, ગાફલ ન બને..
[] શાસ્ત્રોને જાણકાર સાધક સંસારમાં રહેલી ઘૂમરીને જોઈને દૂરથી જ વિરમે.
નેધ -જ્ઞાની સાધક વિષયથી દૂર રહી મર્યાદાપૂર્વક જીવન ગાળતે હોય છે. અને પોતાનું હું અર્થાત્ કે આત્મા આ બહાર દેખાતાં શરીર, ઈદ્રિયો અને મનથી પર છે, એમ અનુભવતા હોય છે. ત્યારે કેટલીકવાર એ પતે વિષયના સાંનિધ્યમાં પણ નિરાસક્ત રહી શકશે એવું માની, અભિમાનથી કે ભ્રમથી અખ્તરાઓ કરવા પ્રેરાય છે. સૂત્રકાર કહે છે કે –તેવા પ્રાગ કેઈ ન કરે. પૂર્વ અધ્યાસે કેવલ કલ્પનાથી દૂર થઈ જતા નથી. આત્મા નિલેપ છે, એવી કલ્પના કરી લેવી એ કંઈ કઠિન નથી. પણ જ્યારે વિષયેની અનુકુળતા ઇદ્રિને મળે, અને પૂર્વઅધ્યાસની ચિત્ત પર પૂર્ણ અસર થાય ત્યારે આત્માને નિર્લેપ રાખવો તે કેટલો કઠિન છે એ તો અનુભવ જ કહી શકે. કલ્પના અને અનુભવ વચ્ચેનો જે મહાન ભેદ છે તે વિચારવા જેવો છે. સંસારના વિષયોને ઘમરીની ઉપમા આપી એમ કહે છે કે તેમનાથી દૂર જ રહેવું.
પ્રગોનો આગ્રહ થાય ત્યારે ત્યાં વૃત્તિમાં ઊંડેઊંડે અહંકારક વાસનાનું જોર છે એમ સમજવું. જેને આત્મભાન નથી તેના જ પર આવાં વિભાવિક તો અસર કરે. એટલે આવો સાધક પ્રગદષ્ટિએ તેમાં
જાય તોયે પતિત થાય. અને જેને આત્મભાન થયું હોય તેને તે વિષય તરફ મોહ જ ન થાય. એટલે તેને માટે નિષેધની આવશ્યકતા ન હોય.
[૮] કારણ કે આ પ્રવાહને આવતે અટકાવવા, કર્મબંધનથી મુક્ત થવા જે પુરુષ અભિનિષ્ક્રમણ-ત્યાગમાર્ગ અંગીકાર કરે છે,