________________
૨૧૨
આચારાંગસૂત્ર
છે. તે એમ કળે છે કે બીજાને અનુભવ પિતાને અનુભવ કદી બની શકે નહિ, અને એવા બીજાના અનુભવે જે સાધક ઊડવા માંડે તો તે પહેલી તકે પાંખ વિનાના પક્ષીની જેમ જમીન પર અથડાઈ પડે. અનુભવ પણ એમ જ કહે છે કે –કલ્પનાના મિનારા પર ચડેલા સાધકે જ્યારે રચનાત્મક ક્રિયા દ્વારા અનુભવક્ષેત્રમાં જાય છે, ત્યારે તેમને મિનારા પરથી નીચે ઊતરી. જવું પડે છે અને ત્યારે જ તેમના વિકાસને મેળ સધાય છે. એમની ક્રિયા અને ભાવના વચ્ચે આકાશ અને પાતાળ જેટલું અંતર પડી જવાથી તેમને વિકલ્પોની ભેખડમાં ભટકાવું પડે છે આથી જ અહીં કહ્યું છે કે
જે કંઈ પ્રાપ્ત કરવાનું છે તે તમારે જ કરવાનું છે.” પછી જોઈએ તે એ પ્રયત્ન પૂર્વસંસ્કારની સમૃદ્ધિ વચ્ચે આવી ગયેલાં વર્તમાન આવરણને દૂર કરીને કરે કે નવા પ્રયત્નદ્વારા કરે, તે પ્રશ્ન ગૌણ છે.
] માટે બુદ્ધિમાન સાધક “આ બધું સર્વ પ્રકારથી અને સર્વ ક્ષેત્રથી વિવેકપૂર્વક તપાસીને તેમાંનું સત્ય જ જાણે અને સ્વીકારે” એવી અનુભવી પુરુષોની જે આજ્ઞા છે તેનું ઉલ્લંઘન ન કરે.
નેંધા–અહીં નિઃસ્પૃહી અને તત્વજ્ઞ પુરુષોની સત્ય સ્વીકારવાની અને જેમાં પ્રત્યેક સાધકનું એકાંત હિત હોય એવી વાત છે. તમે ત્યાં પણ વિવેકબુદ્ધિથી ગળીને, પ્રથમ જણ પછી સ્વીકારે એવો સાધકને નિર્દેશ બતાવ્યો છે. આ પરથી જૈનદર્શનની ઉદારતા તો સ્પષ્ટ જ થાય છે. પરંતુ અહીં એક સિદ્ધાંત એ પણ ફલિત થાય છે કે –કેઈની આજ્ઞાને કે આગ્રહને વશ થઈ પરાણે સ્વીકારેલી વસ્તુ જીરવી શકાતી નથી, એટલે જયાં સુધી સાધક પિતે વસ્તુસ્થિતિ, ક્ષેત્ર, કાળ, ભાવ અને પિતાની શક્તિની મર્યાદાને સમજવાની વિવેકબુદ્ધિ જાગૃત ન કરી શક્યો હોય, ત્યાં સુધી તે સ્વીકારે તોયે તેનું પરિણામ જોઈએ તેટલું સંતેષપ્રદ નથી આવતું.
[૫] (આત્માથી જંબુએ ગુરુદેવને પૂછયું કે ભગવદ્ ! આપ કહે છે તે બરાબર છે. પરંતુ જ્યાં અનુભવી મહાપુરુષોની હાજરી ન હોય ત્યાં સાધકે શું કરવું? ગુરુદેવે કહ્યું –) જીવાત્મા જે આરામ શોધે છે તે સંયમમાં છે એટલું સમજીને પ્રત્યેક સાધક જિતેંદ્રિય બની પ્રગતિ સાધે. અને જ્યાં જ્યાં મુશ્કેલી ઊભી થાય ત્યાં તે મોક્ષાર્થી